Get The App

હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ 1 - image

image : twitter

તેલ અવીવ,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર

હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધુ છે અને દુનિયાના ઘણા દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનુ બે થવા  માટે તૈયાર નથી. 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ફરી એક વખત સંકેત આપ્યો છે કે, ઈઝરાયેલ કોઈ પણ સંજોગોમાં આ યુધ્ધ ખતમ કરવા માટે તૈયાર નથી. તેમણે કહ્યુ હતુ કે, ઈઝરાયેલની સેના કોઈ પણ સંજોગોમાં હમાસનો ખાત્મો બોલાવવાના પોતાના મિશનને પૂરુ કરશે . 

નેતાન્યાહૂના આ નિવેદને યુધ્ધ વિરામની રહી સહી શક્યતાઓ પર પણ હાલ પુરતુ તો પાણી ફેરવી દીધુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણકે ઈઝરાયેલના બંધક બનાવાયેલા નાગરિકોને છોડવા માટે પણ હમાસ તૈયાર થઈ રહ્યુ નથી. 

નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, અમે જીત મળશે ત્યાં સુધી લડીશું. હમાસનો ખાત્મો અને તમામ બંધકોની મુક્તિ જ અમારુ લક્ષ્ય છે. હમાસ સામે બહુ સરળ વિકલ્પ છે. . તેઓ સરેન્ડર થાય અથવા તો મરવા માટે તૈયાર રહે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હમાસનો ખાતમો થયા બાદ ફરી ઈઝરાયેલની સામે કોઈ ખતરો ના બની શકે તે માટે હું મારી પૂરી તાકાત લગાવીશ. 

બીજી તરફ હમાસનુ કહેવુ છે કે, જ્યાં સુધી ઈઝરાયેલ યુધ્ધ વિરામની જાહેરાત નથી કરતુ ત્યાં સુધી અમે બંધકોને છોડવા માટે કોઈ ડીલ કરવાના નથી. 


Google NewsGoogle News