હમાસ સાથે યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકા રવાના થયા નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે ખાસ મુલાકાત
Israel - USA: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા માટે રવાના થયા છે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં તેમની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થશે. તેઓ પહેલા એવા વિદેશી નેતા છે, જેમની સાથે ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં પોતાની મુલાકાત કરી રહ્યા છે. નેતન્યાહૂએ રવાના થતા પહેલા જણાવ્યું કે, ટ્રમ્પની સાથે તેઓ 'હમાસ પર જીત', ઈરાનને કાઉન્ટર કરવાની રણનીતિ, રાજદ્વારી સંબંધો અને આરબ દેશોમાં બંને દેશોની સામાન્ય વ્યૂહરચનાઓની ચર્ચા કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા ઈઝરાયલે હમાસની સાથે બંધકોની મુક્તિના સંબંધમાં સીઝફાયર પર સમજૂતી કરી. હવે જ્યારે નેતન્યાહૂ વૉશિંગ્ટન માટે રવાના થયા છે, ત્યાં સુધીમાં 18 બંધકોની મુક્ત થઈ છે. જેના બદલામાં ઈઝરાયલ પણ કમોબેશ 100 પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરી ચૂક્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ કયા મુદ્દા પર કરશે વાત?
રવિવારે વૉશિંગ્ટન જવા રવાના થતાં પહેલાં એક નિવેદનમાં, નેતન્યાહૂએ કહ્યું હતું કે, 'તેઓ "હમાસ પર જીત", આપણા તમામ બંધકોને મુક્ત કરવા અને ઈરાની આતંકવાદી ધરીથી તેના તમામ ઘટકોમાં સામનો કરવા" પર ચર્ચા કરશે.' તેમણે હમાસ સહિત સમગ્ર ક્ષેત્રમાં ઈરાનના રેસિસટેન્સ ફોર્સના ગઠબંધનનો ઉલ્લેખ કર્યો, જે ઇઝરાયલ માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, '(ઇઝરાયલ-યુએસ) સાથે મળીને કામ કરીને તેઓ "સુરક્ષાને મજબૂત બનાવી શકે છે, શાંતિના વર્તુળને વિસ્તૃત કરી શકે છે અને શક્તિ બનાવી શકે છે અને શક્તિના બળ પર આપણે શાંતિનો યુગ પ્રાપ્ત કરી શકીએ છીએ.'
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
ડોનાલ્ડ ટ્રમ્પે કતારની સાથે મળીને ગાઝામાં યુદ્ધ અટકાવ્યું!
ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થની ભૂમિકા નિભાવી છે, જ્યાં તેમણે કતારની સાથે મળીને સીઝફાયર પર ઈઝરાયલ-હમાસને સહમત કર્યા, અને બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરી.15 મહિનાના યુદ્ધ બાદ પણ હમાસનો ખાતમો ન થઈ શક્યો. નેતન્યાહૂ પર હમાસની સામે ઘૂંટણીયે થવા જેવો આરોપ લાગી રહ્યો છે. જો કે, તેમ છતાં નેતન્યાહૂ સીઝફાયર બાદ યુદ્ધમાં પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
ઈઝરાયલ-હમાસ વચ્ચે શું થયો સીઝફાયર કરાર?
ઈઝરાયલ અને હમાસ વચ્ચે તબક્કાવાર સીઝફાયર પર સહમતી થઈ હતી, જેમાં પહેલા તબક્કામાં શરૂઆતના છ અઠવાડિયામાં ઈઝરાયલી બંધકો અને પેલેસ્ટાઈનના કેદીઓની અદલા-બદલી થવાની છે. જો કે, સ્થાનિક સ્તરે વિરોધો વચ્ચે નેતન્યાહૂએ ગાઝામાં ફરી યુદ્ધની ચેતવણી આપી છે. નેતન્યાહૂએ કહ્યું કે, જો ઈઝરાયલનો ઉદ્દેશ પૂરો નથી થતો તો, તે ફરીથી યુદ્ધ છેડશે. ત્યારબાદ હમાસે પણ ખુલ્લી ધમકી આપી દીધી કે તેઓ ઈઝરાયલ સેનાની વાપસી સુધી બંધકોની મુક્તિ નહીં કરે.
નેતન્યાહૂ પર ફરી યુદ્ધ શરું કરવાનું પ્રેશર
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્હાયૂને ફાર-રાઇટ વિંગ સહયોગીઓ તરફથી ટિકાકારોનો સામનો કરવો પડી ર્હયો છે. તેઓ માર્ચ મહિના સુધીમાં સીઝફાયરના ખાતમા બાદ નેતન્યાહૂ પર ફરી યુદ્ધ શરૂ કરવાનું પ્રેશર બનાવી શકે છે. નેતન્યાહૂના સહયોગીઓનું કહેવું છે કે, ઈઝરાયલને હજુ જીત હાંસલ કરવાની બાકી છે, જમાં તમામ બંધકોની મુક્તિ પણ સામેલ છે.
ગાઝાવાસીઓને બીજા દેશમાં શિફ્ટ કરવાનો પ્રસ્તાવ
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી યુદ્ધ શરૂ કરાવને લઈને શું વલણ અપનાવી રહ્યા છે, તે તો હાલ સ્પષ્ટ નથી. પરંતુ ટ્રમ્પ ઇઝરાયલના કટ્ટર સમર્થક છે, પરંતુ ઇચ્છે છે કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ થઈ જાય અને શાંતિ બની રહે, જેની ક્રેડિડ તેમના નામે જાય. આ વચ્ચે ગાઝાવાસીઓને બીજા દેશોમાં શિફ્ટ કરવાનો પણ પ્રસ્તાવ રાખી ચૂક્યા છે, જેને હમાસે પહેલા જ ફગાવી દીધો છે. હવે જોવાનું એ રહ્યું કે, બંને નેતાઓ નેતન્યાહૂ અને ટ્રમ્પની મુલાકાતમાં મિડલ ઈસ્ટના મુદ્દા પર શું ચર્ચા થાય છે અને શું નિર્ણય લેવાય છે.