Get The App

ઈઝરાયલના PM નેતન્યાહૂને થશે જેલ? કોર્ટના કઠેડામાં ઉભા રહીને આપી જુબાની, જાણો શું છે કેસ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલના PM નેતન્યાહૂને થશે જેલ? કોર્ટના કઠેડામાં ઉભા રહીને આપી જુબાની, જાણો શું છે કેસ 1 - image


Israel PM Benjamin Netanyahu Corruption Case : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના વિરુદ્ધના કથિત ભ્રષ્ટાચારના ઘણા સમયથી પેન્ડિંગ રહેલા કેસમાં આજે (10 ડિસેમ્બર) પહેલીવાર કોર્ટના કઠેડામાં ઉભી રહીને જુબાની આપી છે. ઈઝરાયલના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે, જ્યારે કોઈ વર્તમાન વડાપ્રધાને કોર્ટના કઠેડામાં ઉભા રહીને ગુનાહિત પ્રતિવાદી તરીકે જુબાની આપવાની નોબત ઉભી થઈ છે.

અનેક સંકટોનો સામનો કરી રહ્યા છે નેતન્યાહૂ

ઈઝરાયેલ હાલ અનેક દેશો સામે યુદ્ધ લડી રહ્યું છે, ગાઝામાં પણ હુમલો થઈ રહ્યા છે. બીજીતરફ આંતરરાષ્ટ્રીય કોર્ટે યુદ્ધના અપરાધો મામલે નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ નેતન્યાહૂ અનેક મોરચે સંકટોનો સામનો કરી રહ્યા છે.

કોર્ટમાં શું થયું ?

કોર્ટમાં દલીલ શરૂ થઈ ત્યાર નેતન્યાહૂ કોર્ટના કઠેડામાં ઉભા રહ્યા હતા. આ દરમિયાન તેમણે ન્યાયાધીશોને હેલ્લો કહ્યું હતું. એક ન્યાયાધીશે તેમને કહ્યું કે, તમારી પાસે અન્ય સાક્ષીઓની જેમ સમાન અધિકાર છે. તમે તમારી ઈચ્છા મુજબ બેસી શકો છો અને ઉભા રહી શકો છો. તેલ અવીવની ખચાખચ ભરેલી કોર્ટના કઠેરામાં ઉભેલા નેતન્યાહૂએ કહ્યું કે, ‘હું સત્ય કહેવા માટે આ ક્ષણની આઠ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો.’ તેમણે તેમના વિરુદ્ધના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને વચન આપ્યું છે કે, મારી જુબાનીથી મારી વિરુદ્ધના કેસ ખતમ થઈ જશે.’

આ પણ વાંચો : અસદની જેલમાં અપાતું હતું નરક કરતાં પણ ભયાનક મોત, ‘આયરન પ્રેસ’થી લાશને કચડી નખાતી

મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું : નેતન્યાહૂ

75 વર્ષિય નેતન્યાહૂએ તેમના વિરુદ્ધ લાગેલા તમામ આક્ષેપોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, મારા લાંબા શાસનનો અંત લાવવા માટે મારા વિરુદ્ધ શત્રુ મીડિયા અને પક્ષપાતી કાનૂની પ્રણાલી દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે. મારા વિરુદ્ધનો કેસ એક માત્ર ષડયંત્ર છે.

નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપ

બેન્જામિન નેતન્યાહૂ પર ભષ્ટાચારના આરોપો લાગેલા છે. તેમાં કહેવાયું છે કે, તેમણે વ્યક્તિગત અને બિઝનેસમાં મદદના બદલે અબજોપતિ હોલીવૂડ નિર્માતા પાસેથી હજારો ડૉલરનીકિંમતના સિગાર અને શેમ્પેન લીધા છે. આ ઉપરાંત તેમના અને તેમના પરિવારને મીડિયામાં અનુકૂળ કવરેજ આપવાના બદલે દિગ્ગજ ઉદ્યોગપતિઓને અપાતા લાભકારી પ્રોત્સાહનો વધારવાનો પણ આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો : આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન


Google NewsGoogle News