Israel-Hamas War : ઈઝરાયલ-પેલેસ્ટાઈનને લઈને પુતિનનું સૌથી મોટું નિવેદન, અમેરિકા ટેન્શનમાં મૂકાયું

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે પુતિને કહ્યું ‘સ્વતંત્ર સાર્વભૌમ’ પેલેસ્ટિનિયન દેશનું નિર્માણ ‘જરૂરિયાત’ છે. ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ અમેરિકા (America)ની મધ્ય પૂર્વ નીતિની નિષ્ફળતા દર્શાવે છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : ઈઝરાયલ-પેલેસ્ટાઈનને લઈને પુતિનનું સૌથી મોટું નિવેદન, અમેરિકા ટેન્શનમાં મૂકાયું 1 - image

મોસ્કો, તા.10 ઓક્ટોબર-2023, મંગળવાર

ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War) આતંકવાદીના યુદ્ધ વચ્ચે ઘણા દેશોના નિવેદનો સામે આવ્યા છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પણ મોટું નિવેદન કર્યું છે. પુતિને કહ્યું કે, ‘સ્વતંત્ર સાર્વભૌમ’ પેલેસ્ટિનિયન દેશનું નિર્માણ ‘જરૂરિયાત’ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ અમેરિકા (America)ની મધ્ય પૂર્વ નીતિની નિષ્ફળતા દર્શાવે છે.

ગાઝામાં 1700થી વધુ હુમલા

પેલેસ્ટાઇન (Palestinians)ના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1600 લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તો ગાજામાં પણ 1700થી વધુ હુમલા કરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઈઝરાયેલે પણ હમાસના 1500થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.

હમાસે 130થી વધુ ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા

અહેવાલો મુજબ શનિવારે ઘૂસણખોરી કરનાર હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલના 130થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો પણ સામેલ છે. આમાંથી ઘણાના મોત થયા છે, જ્યારે બચી ગયેલા લોકો હમાસના કબજામાં છે. 

36 પેલેસ્ટાઈની મહિલા કેદીઓને મુક્ત કરવાની માંગ

અહેવાલો મુજબ વર્તમાનમાં ઈઝરાયેલની જેલોમાં 36 પેલેસ્ટાઈની મહિલાઓ કેદ છે અને હમાસ તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પ્રવક્તા અબ્દેલ-તલીફ અલ-કાનૌઆએ સોમવારે સમાચાર એજન્સી એપી સાથે વાત કરતા કહ્યું કે, હમાસ તેના તમામ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તી ઈચ્છે છે તેમજ વેસ્ટ બેંક અને યરુશલેમ ઉપરાંત ખાસ કરીને અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના વર્ચસ્વને ખતમ કરવા માંગે છે.

  Israel-Hamas War : ઈઝરાયલ-પેલેસ્ટાઈનને લઈને પુતિનનું સૌથી મોટું નિવેદન, અમેરિકા ટેન્શનમાં મૂકાયું 2 - image


Google NewsGoogle News