માસૂમનો શું ગુનો હતો? ઇઝરાયલ - હમાસ યુધ્ધની હૃદય ચીરી નાંખતી તસવીર, નવજાત બાળકીનું મોત

પેલેસ્ટિનિયન સમર્થકો દ્વારા શેર કરવામાં આવ્યો વિડીયો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
માસૂમનો શું ગુનો હતો? ઇઝરાયલ - હમાસ યુધ્ધની હૃદય ચીરી નાંખતી તસવીર, નવજાત બાળકીનું મોત 1 - image


Israel-Palestine war : પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ (Israel-Hamas War)નો વિનાશ વેર્યો છે. એવામાં આ યુદ્ધમાં એક હૃદય ચીરી નાંખતી તસવીર સામે આવી છે. જેમાં એક પિતા તેની માસૂમ નવજાત બાળકીના મૃતદેહને ગળે વળગીને ઉભા છે.  જેને જોતા કોઈ પણ માણસ દુઃખી થઇ જાય.

હૃદય ચીરી નાંખતો વિડીયો વાયરલ 

આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યું છે. પેલેસ્ટિનિયન સમર્થકો દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક પિતા પોતાની નવજાત પુત્રીના મૃતદેહને ગળે લગાવી રહ્યા છે અને ખૂબ રડી રહ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેલેસ્ટિનિયન વ્યક્તિ છે જેણે ઈઝરાયેલના હવાઈ હુમલામાં પોતાની માસૂમ પુત્રીને ગુમાવી છે.

યુદ્ધનો ચોથો દિવસ અને અત્યાર સુધીમાં લગભગ 1600ના મોત 

પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન, ઇઝરાયેલમાં આ દર્દનાક હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 900 લોકોએ જીવ ગુમાવ્યા છે.  ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં 690 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.


Google NewsGoogle News