'અમે સાપનુ માથુ કચડી નાંખવા માટે તૈયાર છીએ, રાતોની ઉંઘ હરામ કરી નાંખીશુ', ઈઝરાયેલની ઈરાનને ધમકી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
'અમે સાપનુ માથુ કચડી નાંખવા માટે તૈયાર છીએ, રાતોની ઉંઘ હરામ કરી નાંખીશુ', ઈઝરાયેલની ઈરાનને ધમકી 1 - image


તેલ અવીવ, તા. 22 ઓક્ટોબર 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગનો અંત દેખાઈ રહ્યો નથી. દુનિયાને ડર છે કે, હમાસના સમર્થનમાં ઈરાન આ યુધ્ધમાં ઝંપલાવશે.

ઈઝરાયેલ પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યુ છે. લેબેનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને ઈરાનનુ સમર્થન છે અને તે ગમે ત્યારે આ યુધ્ધમાં કુદી શકે છે ત્યારે ઈઝરાયેલે કહ્યુ છે કે અમે સાપની ગરદન કાપવા માટે તૈયાર છે. જો લેબનોનના આતંકીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો તો ઈરાનના નેતાઓને ધરતી પરથી સાફ કરી નાંખીશું.

ઈઝરાયેલની ઈકોનોમીના મંત્રી નિર બરકતે એક અખબાર સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, અમે માત્ર વળતો જવા નહીં આપીએ પણ સાપના માથુ કચડવા સુધી જઈશું અને આ સાપનુ માથુ ઈરાન છે.અમારા દુશ્મનોને અમે ચેતવણી આપી રહ્યા છે કે, ગાઝામાં જે થઈ રહ્યુ છે તે જોઈ લે.કારણકે જો તેમણે અમારા પર હુમલો કર્યો તો અમે તેમની હાલત પણ ગાઝા જેવી જ કરીશુ.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ઈરાના સુપ્રીમ લીડર પણ સાંભળી લે કે જો હિઝબુલ્લાહે અમારા પર હુમલો કર્યો તો તેમની રાતની ઊંઘ હરામ થઈ જશે.લેબનોન જો આ આતંકી સંગઠનને પોતાની ધરતીનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલા માટે કરવા દેશે તો તેના પણ એજ હાલ કરીશું જે હમાસના કર્યા છે.

ઈઝરાયેલે આ ધમકી એટલા માટે આપી છે કે, લેબેનોન સરહદ પર પણ હિઝબુલ્લાહના આતંકીઓ અ્ને ઈઝરાયેલ વચ્ચે અથડામણ થઈ રહી છે.જેના કારણે ઈઝરાયેલને બે મોરચે યુધ્ધ લડવુ પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.



Google NewsGoogle News