હમાસ સાથે સંઘર્ષ વચ્ચે ઈઝરાયલ પર લેબેનોન તરફથી કરાયો હુમલો, તોપમારાથી આપ્યો જવાબ

લેબેનોન તરફથી મિસાઈલો અને મોર્ટારનો મારો ચલાવાઈ રહ્યો છે

માઉન્ટ દોવ ક્ષેત્રમાં આ મિસાઈલો આવીને પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
હમાસ સાથે સંઘર્ષ વચ્ચે ઈઝરાયલ પર લેબેનોન તરફથી કરાયો હુમલો, તોપમારાથી આપ્યો જવાબ 1 - image

Israel-Palestine Conflict: ઈઝરાયલ અત્યાર સુધી દેશના દક્ષિણ ભાગમાં આવેલા ગાઝા તરફથી કરવામાં આવી રહેલા હુમલાઓનો સામનો કરી રહ્યો હતો ત્યાં હવે લેબેનોન(lebanon)તરફથી પણ હવે તેના પર હુમલા કરવાની શરૂઆત કરી દેવાતાં મુશ્કેલી વધી ગઈ છે.

લેબેનોન તરફથી મિસાઈલ અને મોર્ટારનો મારો ચલાવાયો 

માહિતી અનુસાર લેબેનોન તરફથી મિસાઈલો અને મોર્ટારનો મારો ચલાવાઈ રહ્યો છે. ઈઝરાયલી વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. માઉન્ટ દોવ ક્ષેત્રમાં આ મિસાઈલો આવીને પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. 

હિઝબુલ્લાહ સંગઠને હુમલો કર્યાનો દાવો 

એવું મનાય છે કે ઈઝરાયલ ઉપર આ હુમલો હિઝબુલ્લાહ (Hizbullah) સંગઠન દ્વારા કરાયો હોઈ શકે છે. હિઝબુલ્લાહ દ્વારા અગાઉ પણ ઈઝરાયલને નિશાન બનાવવાના આરોપો લાગી ચૂક્યા છે. જ્યારે જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ તરફથી લેબેનોન પર તોપમારો કરાયો હતો. ઈઝરાયલી સૈન્યએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમને પહેલાથી જ આવા હુમલાની સંભાવના દેખાઈ રહી હતી. અમે તૈયારી કરી રાખી હતી. અમે દરેક ક્ષેત્રોમાં ઓપરેટ કરીશું. અમે દરેક સમયે ઈઝરાયલી નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખીશું. 

હમાસ સાથે સંઘર્ષ વચ્ચે ઈઝરાયલ પર લેબેનોન તરફથી કરાયો હુમલો, તોપમારાથી આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News