ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન! ઈઝરાયલના 9 સૈનિકોના મોત, IDFએ કરી પુષ્ટી, આક્રમક હુમલાનો દોર યથાવત્
ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે
બંને દેશોના યુદ્ધમાં અનેક નાગરિકોનો ભોગ લેવાઈ ગયો
Israel Soldiers Death In Ground Operations : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં દિવસેને દિવસે વધુ તણાવની સ્થિતિ બની રહી છે અને યુદ્ધમાં બંને દેશોના અનેક નાગરિકોનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે ગાઝમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન ઈઝરાયેલના 9 સૈનિકો (Israel Soldiers)ના મોત થયા હોવાની IDFએ કરી પુષ્ટી કરી છે.
ઉત્તરી ગાઝામાં હમાસના ઓપરેશનમાં ઈઝરાયેલના 9 સૈનિકો માર્યા ગયા
ઈઝરાયલ અને હમાસ (Israel-Hamas war ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહી ચાલુ છે તેમજ ઈઝરાયેલી સેના દ્વારા ગાઝામાં આક્રમક હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તરી ગાઝામાં હમાસ દ્વારા એક ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલના 9 સૈનિકોના મોત થયા છે. આ સૈનિકોના મોતની પુષ્ટિ IDFએ કરી છે. આ અગાઉ IDFએ જાણકારી આપી હતી કે ગાઝામાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હમાસે યુદ્ધની શરુઆત કરી હતી
હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર એક સાથે 5 હજાર રોકેટ છોડીને યુદ્ધની શરૂઆત કરી હતી. જે બાદ ઈઝરાયેલ ગાઝાને સતત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝરાયેલ સેનાએ ગાઝા પટ્ટીને ચારેબાજુથી ઘેરી લીધી છે અને હવાઈ હુમલાની સાથે જમીની હુમલા પણ આક્રમક રીતે કરી રહ્યા છે. આજે ઈઝરાયેલની સેનાએ ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં ઘણા લોકોના મોત થયા હતા.