Israel Palestine War: ગાઝામાં અંધારપટ, વિજળી યંત્ર ઠપ્પ, ખાવા-પાણીના પણ ફાંફાં પડે તેવી સ્થિતિ

ઈઝરાયેલના નિયંત્રણોથી ગાઝાની ખરાબ હાલત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
Israel Palestine War: ગાઝામાં અંધારપટ, વિજળી યંત્ર ઠપ્પ, ખાવા-પાણીના પણ ફાંફાં પડે તેવી સ્થિતિ 1 - image


Israel Palestine War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટી હવે સંપૂર્ણ અંધકારમય બની છે. ગાઝાના ઉર્જા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, તેના એકમાત્ર પાવર પ્લાન્ટમાં ફયુલ સમાપ્ત થઈ ગયું છે. ઈઝરાયેલની નાકાબંધીને કારણે પુરવઠાના અભાવે પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. હાલમાં આ વિસ્તારમાં વીજળી આપવા માટે માત્ર જનરેટરનો જ સહારો છે. જો કે, જનરેટર માટે ઇંધણ કેટલા સમય ચાલશે એ પણ કઈ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ગાઝામાં વીજળીનું સંકટ ગંભીર સમસ્યા બની ગયું છે.

ઈઝરાયેલના નિયંત્રણોથી ગાઝાની ખરાબ હાલત 

હમાસે કરેલા હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગાઝામાં ખાદ્યપદાર્થો, ઈંધણ અને અન્ય સામાનના સપ્લાય પર પણ નિયંત્રણો લાદ્યા હતા. ઇઝરાયેલના પગલાથી 2.3 મિલિયનની વસ્તી ધરાવતા ગાઝામાં કાર્યરત યુનાઇટેડ નેશન્સ અને સહાય જૂથોમાં ચિંતા વધી છે. 

પુરતું ભોજન મળવું પણ છે મુશ્કેલ 

ગાઝા પટ્ટીની આવી આર્થિક સ્થિતિના કારણે અહી ભોજન અને દવા જેવા પ્રાથમિક સામાનની પણ અછત જોવા મળે છે. ઓગસ્ટમાં યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી અનુસાર, અહીં દર પાંચમાંથી ત્રણ લોકો ખાદ્ય અસુરક્ષાથી પીડાઈ છે, જેના કારણે તેમને ન તો પૂરતો ખોરાક મળી રહ્યો છે અને ન તો તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છે.

સ્વાસ્થ્ય સુવિધાઓની પણ અછત 

ગાઝા પટ્ટીમાં બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તબીબી સુવિધાઓની પણ અછત છે. અહીના લોકો વારંવાર બીમાર પડતા હોવા છતાં પણ તેમની પાસે યોગ્ય તબીબી સુવિધાઓ નથી. એમાં પણ જો કોઈ ગંભીર બીમારી આવે તો એની સારવાર અહી શક્ય જ નથી. સારવાર માટે એકમાત્ર ઉપાય બીજા દેશમાં સારવાર અર્થે જાવાનો છે. પરંતુ અહીના લોકો એ માટે ખર્ચ કરવા પણ સક્ષમ નથી. 



Google NewsGoogle News