UNRWA દ્વારા ઘણાં કર્મચારીઓને કાઢી મૂકાયા, ઈઝરાયલ પર હુમલામાં હમાસને આપ્યો હતો સાથ

ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ કર્યો હતો ક્રૂર હુમલો જેમાં 1200 ઈઝરાયલીઓનાં મૃત્યુ થયા હતા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
UNRWA દ્વારા ઘણાં કર્મચારીઓને કાઢી મૂકાયા,  ઈઝરાયલ પર હુમલામાં હમાસને આપ્યો હતો સાથ 1 - image

image : IANS



Israel vs Hamas war Updates | પેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવની કામગીરી કરતી એજન્સી UNRWA એ તેના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. આ કર્મચારીઓ પર આરોપ હતો કે તેમણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરાયેલા હુમલામાં ભૂમિકા ભજવી હતી. 

UNRWAના પ્રમુખે આપ્યું નિવેદન 

આ મામલે UNRWAના પ્રમુખ ફિલિપ લઝ્ઝારિનીએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ઈઝરાયલના આરોપો બાદ અમે અમારી એજન્સીના એવા કેટલાક સભ્યોની હકાલપટ્ટી કરી દીધી છે જેમના પર 7 ઓક્ટોબરના રોજ થયેલા હમાસના હુમલાઓમાં ભૂમિકા ભજવવાનો આરોપ હતો. જોકે એજન્સીએ કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે તેનો કોઈ સચોટ આંકડો જાહેર કર્યો નહોતો. 

IDF એ કર્યો મોટો દાવો 

માહિતી અનુસાર ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા નિવેદનમાં દાવો કરાયો હતો કે એ 12 જેટલાં UNRWA સ્ટાફ સભ્યોની હકાલપટ્ટી થઇ છે. આ લોકોએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર કરાયેલા હુમલામાં ભૂમિકા ભજવી હતી. જેમાં 1200 થી વધુ ઈઝરાયલીઓના મોત નીપજ્યાં હતાં. ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી. 

આવા કર્મચારીઓ સામે કરાશે કાર્યવાહી 

શુક્રવારે રાતે UNRWA ના પ્રમુખે કહ્યું હતું કે અમારી સંસ્થામાં કાર્યરત જે પણ કર્મચારીએ આતંકી પ્રવૃત્તિમાં ભૂમિકા ભજવી હશે તેનો પૂરેપૂરો હિસાબ થશે અને તેની સામે યોગ્ય ગુનાઈત કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈઝરાયલે અમને એ કર્મચારીઓની ભૂમિકા વિશે માહિતી પણ આપી દીધી છે.  

UNRWA દ્વારા ઘણાં કર્મચારીઓને કાઢી મૂકાયા,  ઈઝરાયલ પર હુમલામાં હમાસને આપ્યો હતો સાથ 2 - image


Google NewsGoogle News