Get The App

યુદ્ધ વચ્ચે OICની બેઠકમાં ઈરાન ભડક્યું, ઈઝરાયલ સાથે સંબંધ તોડવા લાવ્યો પ્રસ્તાવ, સહમતિ ન બની

ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધને મહિનાથી વધુ સમય વીત્યો, 12 હજારથી વધુનાં મોત

ઈરાને રજૂ કર્યો પ્રસ્તાવ, ઘણાં દેશો ઓઈલ સપ્લાય રોકવા, આર્થિક-રાજકીય સંબંધ ખતમ કરવા સહમત ન થયા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
યુદ્ધ વચ્ચે OICની બેઠકમાં ઈરાન ભડક્યું, ઈઝરાયલ સાથે સંબંધ તોડવા લાવ્યો પ્રસ્તાવ, સહમતિ ન બની 1 - image

image : Twitter



OIC meet on Israel-Palestine Conflict | ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas war) વચ્ચે લોહીયાળ સંઘર્ષ થઇ રહ્યો છે. તેને એક મહિનાથી વધુ સમય થઈ ગયો અને યુદ્ધમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ગયા. બંને દેશોમાં વિનાશમાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઈઝરાયલ સતત હમાસ પર તાબડતોબ હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધ પર દુનિયાભરની નજરો ટકેલી છે. અમુક દેશો ઈઝરાયલને તો અમુક દેશો પેલેસ્ટાઈનને ટેકો આપી રહ્યા છે. આ દરમિયાન સાઉદી અરબમાં ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)ની બેઠક યોજાઈ હતી જેમાં યુદ્ધ અંગેના તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

બેઠકમાં ઈઝરાયલની ટીકા કરાઈ પણ... 

OICની બેઠકમાં અરબ અને ઈસ્લામિક દેશોના નેતાઓએ ઈઝરાયલની ટીકા તો કરી પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિ સૈય્યદ ઈબ્રાહિમ રાયસી દ્વારા ઈઝરાયલની ઓઈલ સપ્લાય બંધ કરવા તથા આર્થિક-રાજકીય સંબંધો તોડી નાખવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેના પર બેઠક પર સહમતિ જ ન સધાઈ. આ ઉપરાંત બેઠકમાં ગાઝામાં યુદ્ધવિરામ અને પેલેસ્ટાઈનના મુદ્દાને ઉકેલવાની માગ ઊઠી હતી. 

બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? 

બેઠકમાં માગ થઈ કે ઈઝરાયલ ગાઝા પટ્ટીની ઘેરાબંધી બંધ કરે. તેની સાથે જ ઈઝરાયલને વિદેશોથી હથિયારોની સપ્લાય બંધ કરવામાં આવે અને યુદ્ધ દરમિયાન પ્રભાવિત લોકોને ગાઝામાં સહાય આપવાની મંજૂરી આપવામાં આવે. યુદ્ધમાં નિર્દોષ નાગરિકોની હત્યા પર રોક લગાવવાની પણ માગ કરાઈ હતી. 

ઈરાનના રાષ્ટ્રપતિ શું બોલ્યાં 

આ બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈઝરાયલ વિરુદ્ધ આક્રમણ વલણ અપનાવ્યું હતું. તેમણે મુસ્લિમ દેશોને કહ્યું કે પેલેસ્ટાઈનના લોકોને હથિયારો આપો. તેમણે કહ્યું કે દરિયાથી લઈને નદી સુધી પેલેસ્ટાઈન સ્ટેટની સ્થાપના કરવાથી જ આ મુદ્દાનો નિકાલ થશે. તેમણે કહ્યું કે અમેરિકા જ આ યુદ્ધ અપરાધનો કમાન્ડર અને મુખ્ય ભાગીદાર છે.   

યુદ્ધ વચ્ચે OICની બેઠકમાં ઈરાન ભડક્યું, ઈઝરાયલ સાથે સંબંધ તોડવા લાવ્યો પ્રસ્તાવ, સહમતિ ન બની 2 - image


Google NewsGoogle News