ઈઝરાયલે 210 પેલેસ્ટિનીના જીવ લઈ 4 બંધકોને મુક્ત કરાવ્યાં, ભીષણ બોમ્બમારામાં 400 ઘાયલ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલે 210 પેલેસ્ટિનીના જીવ લઈ 4 બંધકોને મુક્ત કરાવ્યાં, ભીષણ બોમ્બમારામાં 400 ઘાયલ 1 - image


Israel vs Hamas war Updates | ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ કોઈ નવી વાત નથી. બંને દેશ દરરોજ એકબીજા પર ગોળીઓ વરસાવતા રહે છે. હવે તાજેતરમાં ઇઝરાયલે ગાઝામાંથી ચાર બંધકોને છોડાવ્યા છે. પરંતુ આ હુમલા દરમિયાન ઈઝરાયલી દળોએ 210 નિર્દોષ પેલેસ્ટિની નાગરિકોને મારી નાખ્યા અને 400થી વધુ લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા. હમાસના રેસ્ક્યૂ અભિયાન દરમિયાન આ વાત સામે આવી હતી.

બંધકો ક્યાં છુપાયેલા હતા?

મધ્ય ગાઝાના અલ-નુસીરાતમાં બચાવ કામગીરી વચ્ચે જ તીવ્ર હવાઈ હુમલો કરાયો હતો. આ એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ઘણીવાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અહીં સંઘર્ષ થતું રહ્યું છે. ઇઝરાયેલી સૈન્યના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગરે જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરાવવા નુસીરાતમાં રહેણાંક ઈમારતોની નજીકમાં જ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યાં હમાસ દ્વારા બે અલગ-અલગ એપાર્ટમેન્ટ બ્લોક્સમાં બંધકોને કેદ કરી રખાયાનો દાવો કરાયો હતો. હુમલા દરમિયાન ઇઝરાયલી દળો દ્વારા ભારે બોમ્બમારો અને ગોળીબાર કરાયો હતો. 

મૃતદેહોનો ખડકલો સર્જાયો 

પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી ફોર્સ કમાન્ડર માર્યો ગયો હતો. પેરામેડિક્સ અને ગાઝાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. બજાર અને મસ્જિદની આસપાસ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વિકૃત મૃતદેહો વિખરાયેલા હતા. ઈઝરાયેલે જે બંધકોને મુક્ત કરાવ્યા તેમની ઓળખ નોઆ અર્ગમાની(26), અલ્મોગ મીર જાન (22), એન્ડ્રે કોઝલોવ(27) અને શ્લોમી ઝિવ(41) તરીકે થઇ છે. 

સેંકડો નિર્દોષો માર્યા ગયા

નુસીરતના રહેવાસી 45 વર્ષીય ઝિયાદે પણ આ ઘટનાની માહિતી આપી છે. તેણે એક મેસેજિંગ એપ દ્વારા જણાવ્યું કે બોમ્બમારો સ્થાનિક બજાર અને અલ-અવદા મસ્જિદને ધ્યાનમાં રાખીને કરાયો હતો.  કેન્દ્રિત હતો. ચાર લોકોને મુક્ત કરવા ઇઝરાયલે ડઝનબંધ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ મૃતકો અને ઘાયલોને નજીકના શહેર દેર અલ-બાલાહની હોસ્પિટલોમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણા મૃતદેહો હજુ પણ શેરીઓમાં પડ્યા છે. 

ઈઝરાયલે 210 પેલેસ્ટિનીના જીવ લઈ 4 બંધકોને મુક્ત કરાવ્યાં, ભીષણ બોમ્બમારામાં 400 ઘાયલ 2 - image



Google NewsGoogle News