Israel vs Hamas conflict | ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝામાં મોતનું તાંડવ, 198ના મોત, 1600થી વધુ ઘાયલ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas conflict | ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝામાં મોતનું તાંડવ, 198ના મોત, 1600થી વધુ ઘાયલ 1 - image

ઈઝરાયલ પર 5000થી વધુ રોકેટ (Hamas Rocket Attack) ઝિંકાયા બાદ લાલઘૂમ થયેલા ઈઝરાયલે હવે ગાઝા પટ્ટીમાં (Israel Palestine Conflict) હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. હમાસ નામના આતંકી સંગઠનને ટારગેટ કરતાં ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા જેમાં મોટાપાયે જાનહાનિ થયાના અહેવાલ આવી રહ્યા છે. 

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું? 

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના (palestine health ministry) આંકડા અનુસાર ગાઝા પટ્ટી (gaza Strip)પર ઈઝરાયલની વળતી કાર્યવાહીમાં કુલ 198થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 1610થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયલ દ્વારા વિનાશક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ઈઝરાયલે કહ્યું - શત્રુ દેશની કોઈ મદદ ના કરે 

બીજી બાજુ હમાસના હુમલાથી અકળાયેલા ઈઝરાયલે તેના નાગરિકોને સાવચેત રહેવા અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓ ન ફેલાવવા આગ્રહ કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી નિવેદનમાં જણાવાયું હતું કે શત્રુ દેશની કોઈ મદદ ના કરે. 

ઈઝરાયલ અને હમાસના આતંકીઓ વચ્ચે ભડક્યું યુદ્ધ 

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ (Hamas gaza Strip) વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. 

Israel vs Hamas conflict | ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝામાં મોતનું તાંડવ, 198ના મોત, 1600થી વધુ ઘાયલ 2 - image


Google NewsGoogle News