Get The App

ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં હમાસ કટ્ટરપંથીઓના મૃતદેહ, 1500 આતંકી ઠાર કર્યાનો સ્થાનિક મીડિયાનો દાવો

ઇઝરાયેલે 20થી વધુ આતંકી ઠેકાણા નષ્ઠ કર્યા

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં હમાસ કટ્ટરપંથીઓના મૃતદેહ, 1500 આતંકી ઠાર કર્યાનો સ્થાનિક મીડિયાનો દાવો 1 - image


Israel-Palestine war : પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ઇઝરાયેલ ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલે હમાસના 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાંડ સેન્ટરને ધ્વસ્ત કર્યા છે. એવામાં ઇઝરાયેલના લોકલ મીડિયા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલના લોકલ મીડિયાનું કહેવું છે કે, સીમામાં અંદર ધુસીને હમાસના 1500 જેટલા આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.

ઇઝરાયેલે 20થી વધુ આતંકી ઠેકાણા નષ્ઠ 

ઇઝરાયેલના સ્થાનિક મીડિયા રીપોર્ટ એવું જણાવે છે કે, પેલેસ્ટાઇનના આતંકવાદીના લગભગ 1500 જેટલા શબ મળી આવ્યા છે. ઉપરાંત 20થી વધુ આતંકી ઠેકાણા પર હમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલે 23 ઇમારતો પર પણ હુમલો કર્યો જેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિવાય હમાસના 22 અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 704 પેલેસ્ટાઈન માર્યા ગયા હતા, જેમાં 143 બાળકો અને 105 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 4,000 લોકો ઈજાગ્રસ્ત થયા છે.   

ઈઝરાયેલની ત્રણેય સેના દ્વારા હમાસ પર હુમલો શરુ  

ઈઝરાયેલની ત્રણેય સેના ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવી રહી છે. ઇઝરાયેલની વાયુસેના દ્વારા હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરવામાં આવી રહી છે. આ બોમ્બ ધડાકામાં ઘણી મસ્જિદો, શરણાર્થી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. 

બ્રિટિશ PMએ હમાસ સમર્થકોને ગણાવ્યા આતંકી

આ ઘટનાને લઇને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે હમાસનું સમર્થન કરનારા લોકોને આતંકવાદી ગણાવ્યા હતા. સુનકે ટ્વીટ કર્યું કે, જે લોકો હમાસને સમર્થન આપે છે તેઓ આ હુમલા માટે સંપૂર્ણ જવાબદાર છે. તેઓ સ્વતંત્રતા સેનાની નહીં પરંતુ આતંકવાદી છે. તે જ સમયે, બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને બ્રિટનની સડકો પર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનું આહ્વાન કર્યું હતું.


Google NewsGoogle News