આક્રમણ શરૂ કરતાં પૂર્વે ઇઝરાયલે મધ્ય ગાઝા પટ્ટી ખાલી કરવા હુક્મ કર્યો
- ગાઝા પટ્ટીમાંથી આશરે 90% લોકો તો વિસ્થાપિત થયા છે
- એક તરફ અમેરિકા ઇજીપ્ત ઇઝરાયલ હમાસ યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે મંત્રણા કરે છે : બીજી તરફ યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે
તેલ અવીવ : ઇઝારયલી સેનાએ બુધવારે મધ્ય ગાઝા પર આક્રમણ શરૂ કરતાં પહેલાં ત્યાંના નાગરિકોને તે વિસ્તાર ખાલી કરવા આદેશ આપી દીધો છે. ઇઝરાયલનાં લશ્કરના પ્રવક્તા અવિર્સ અદ્રાઇએ X પર કરેલા પોસ્ટમાં બુરૈજી નિર્વાસિત છાવણી વિસ્તારના ચાર વિભાગોને તે વિસ્તાર ખાલી કરવા હુક્મ કર્યો છે. ઇઝરાયલ સેનાનું કહેવું છે કે ત્યાં પેલેસ્ટાઇની આતંકીઓ છુપાયા છે અને ત્યાંથી તેઓ ઇઝરાયલ ઉપર રોકેટ છોડી રહ્યા છે.
ઇઝરાયલી સેનાાના પ્રવક્તાએ તે વિસ્તારમાં રહેતા નાગરિકોને મુઆવી વિસ્તારના માનવતા ભર્યા પ્રદેશમા ચાલ્યા જવા હુક્મ કર્યો છે.
નવ નિર્વાચિત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં વિશેષ દૂત તરીકે આદમ બોટલરને નિયુક્ત કરવા નિર્ણય કર્યો છે. આ બોટલરનો જન્મ જેરૂસલેમમાં થયો હતો. યોહલર આ સપ્તાહે જ પહેલાં નેતન્યાહુને મળી ચુક્યા ચે.
આવી પરિસ્થિતિમાં પણ ગાઝા પટ્ટીમાં માનવીય સહાય પહોંચાડવા માટે અમેરિકા, આરબ દેશો સાથે મંત્રણા કરી રહ્યું છે. એક ટૂંકી સમજૂતી પ્રમાણે અત્યારે ઇઝરાયલે સેંકડો પેલેસ્ટાઇનીઓને મુક્ત કરવાના બદલામાં હમાસે ઓછામાં ઓછા ૩૦ બંદીઓને મુક્ત કરવાની શરત મુકી છે. આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા કટિબધ્ધ બન્યા છે.