ઇઝરાયલે ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો, વીજળી,પાણી,ભોજન સપ્લાય બંધ

ઇઝરાયલમાં હમાસ આતંકી સંગઠનના હુમલામાં મુત્યુ આંક વધીને ૮૦૦નો થયો

પેલેસ્ટાઇનના વિવિધ વિસ્તારોમાં હવાઇ હુમલા ઇઝરાયેલની એર સ્ટ્રાઇક યથાવત

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ઇઝરાયલે ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો  આદેશ આપ્યો, વીજળી,પાણી,ભોજન સપ્લાય બંધ 1 - image


નવી દિલ્હી,9 ઓકટોબર,2023,સોમવાર 

પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ઇઝરાયેલ ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ઇઝરાયેલના રક્ષામંત્રી યોલ ગેલેંટે આપ્યો છે. આ સાથે જ ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટાઇનના વિવિધ વિસ્તારોમાં હવાઇ હુમલા ચાલું કરી દીધા છે.

યોગ ગેલેંટએ એક વીડિયો સંદેશમાં કહયું હતું કે ગાજાપટ્ટીમાં રહેતા 20 લાખ લોકોને જીવન જરુરીયાતની વસ્તુઓનો સપ્લાય બંધ કરવામાં આવશે.ઇઝરાયલના માર્ગે જ ગાજાપટ્ટીમાં લોકોને વીજળી, પાણી અને ભોજન મળતું રહે છે. ગત શનીવારે હમાસે ઇઝરાયલના દક્ષિણ ભાગમાં ૫ હજાર રોકેટ વડે હુમલો કરતા ૭૦૦ નાગરિકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હમાસના હુમલામાં મુત્યુ આંક વધીને ૮૦૦નો થયો છે.

ઇઝરાયલે ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો  આદેશ આપ્યો, વીજળી,પાણી,ભોજન સપ્લાય બંધ 2 - image

હમાસના બંદૂકધારીઓએ શનિવારે સવારે દક્ષિણ ઇઝરાયેલમાં 22 જેટલા સ્થળોએ ઘૂસી ગયા હતા, જેમાં ગાઝા સરહદથી 15 માઇલ (24 કિલોમીટર) સુધીના નગરો અને નાના સમુદાયોનો સમાવેશ થતો હતો. કેટલાક સ્થળોએ, તેઓ કલાકો સુધી ફરતા હતા,તે જ સમયે, દક્ષિણ અને કેન્દ્રના નગરો પર હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા.હમાસ લડવૈયાઓએ નાગરિકોના અપહરણ અને ઉત્પીડન પણ કર્યુ હતું.

હમાસે એક સંગીત સમારોહમાં હુમલો કરીને ૨૫૦ લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. હમાસના હુમલાનો શિકાર ઇઝરાયેલમાં રહેતા વિદેશી નાગરિકો પણ બન્યા છે.  આ ઘટના પછી ઇઝરાયેલ એકશન મોડમાં આવી ગયું છે. ગાજાપટ્ટી વિસ્તારમાં રહેતા સમુદાયો અને કસ્બાઓ પર કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ઇઝરાયેલે ગાજાપટ્ટી વિસ્તારમાં એર સ્ટ્રાઇક કરતા ૪૯૩ લોકોના મુત્યુ થયા છે. 


Google NewsGoogle News