2000 પાઉન્ડના બોમ્બ, હેલફાયર મિસાઈલ... ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો
Iran-Israel War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ-હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ગાઝા પર 6000 બોમ્બ ફેંક્યા હતાં.
પેજર અટેક ખતરનાક
ઈઝરાયલે થોડા સમય પહેલાં જ પેજર બ્લાસ્ટ કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. હિઝબુલ્લાહ આતંકવાદીઓના એક-પછી એક નેતાને ઉડાવી દેવામાં આવ્યા. છેલ્લા એક વર્ષમાં ઈઝરાયલે અમેરિકા પાસેથી 100થી વધુ હથિયારો ખરીદ્યા. અર્થાત દર 36 કલાકમાં આશરે એક. હજારો લોકો માર્યા ગયા, લાખો લોકો બેઘર થયા.
આ શસ્ત્રોથી તબાહી મચાવી
ઈઝરાયલે સૌથી વધુ F-35, F-16, F-15 ફાઈટર જેટ શસ્ત્રોનો ઉપયોગ કર્યો. તેમાં લગાવવામાં આવેલા બોમ્બ MK-84, MK-83, MK-82, નાના બોમ્બ અને આ સિવાય JDAM બોમ્બ અને હેલફાયર મિસાઈલથી લેબનોન-હમાસમાં તબાહી મચાવી. ગાઝા-લેબનોનમાં છોડવામાં આવેલા મોટાભાગના બોમ્બ અમેરિકન હતા.
આ પણ વાંચોઃ અમે રોકાવાના નથી, જીતીને જ રહીશું...', હમાસ સામે યુદ્ધને એક વર્ષ પૂરું થતાં નેતન્યાહૂનો હુંકાર
MK-84 (907 kg) બોમ્બ...
MK-84 (907 kg)ના 14100 બોમ્બનો પુરવઠો ઈઝરાયલ પાસે પહોંચ્યો છે, હજુ 1800 બોમ્બનો પુરવઠો બાકી છે. આ 2000 પાઉન્ડ એટલે કે 907 કિલોના બોમ્બથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલા આશ્ચર્યજનક છે. પહેલો હુમલો 9 ઓક્ટોબર 2023ના રોજ ગાઝાના જબાલિયામાં થયો હતો. જેમાં 70 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 17, 25 અને 31 ઓક્ટોબરે આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે 13 જાન્યુઆરી 2024ના રોજ આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
GBU-39 (114 kg) બોમ્બ...
અમેરિકાએ GBU-39 (114 kg)ના 2600થી વધુ બોમ્બનો પુરવઠો ઈઝરાયલ પાસે છે અને 1000 સપ્લાય કરશે. આ નાના બોમ્બ છે. તેના ઘણા પ્રકારો છે. ગાઝા પર 9 જાન્યુઆરી 2024ના રોજ અને ત્યારબાદ 13 મે 2024ના રોજ આ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. 26 મે 2024ના રોજ આ બોમ્બનો ઉપયોગ રાફામાં કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 46 લોકો માર્યા ગયા હતા. ફરીથી તે 6ઠ્ઠી જૂન અને 10મી ઓગસ્ટે કરવામાં આવ્યું હતું.
JDAM...
તે બોમ્બ અને મિસાઈલનું મિશ્રણ છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલે 3000 JDAM એટલે કે જોઈન્ટ ડાયરેક્ટ એટેક મ્યુનિશન્સનો ઉપયોગ કર્યો છે. તેનો પ્રથમ વખત ઉપયોગ 10 ઓક્ટોબર 2023ના રોજ થયો હતો. તેનું વજન પણ લગભગ 1000 કિગ્રા છે. અલ-બલાહમાં થયેલા આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. બાદમાં 22 ઓક્ટોબર, માર્ચ અને જુલાઈ 2024ના રોજ ગાઝા અને લેબનોનમાં થયો હતો.
હેલફાયર મિસાઈલ...
આ મિસાઇલો ઇઝરાયલી વાયુસેનાના ફાઇટર જેટ્સ F-16 અને F-15માં મોટા પ્રમાણમાં ફીટ કરવામાં આવી છે. લગભગ 3000 મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 8 જૂન 2024ના રોજ નુસરત રેફ્યુજી કેમ્પમાં હુમલો થયો હતો. 300 લોકો માર્યા ગયા. ઈઝરાયલે 10 મિનિટમાં 150 મિસાઈલ છોડી હતી. જેનો ઉપયોગ 23 જૂન અને 14 જુલાઈએ પણ કરવામાં આવ્યો હતો.
120 mm ટેન્ક બોમ્બ અને 155 mm આર્ટિલરી શેલ્સ...
ઈઝરાયલે ગાઝા અને લેબનોન પર લગભગ 14 હજાર બોમ્બ છોડ્યા છે. જે ઉચ્ચ-વિસ્ફોટક શેલ છે, જે જ્યાં પણ પડે ત્યાં વિનાશ સર્જે છે. ઈઝરાયલે લગભગ 57 હજાર ગોળા છોડ્યા હતાં. જેના કારણે 100 થી 300 મીટરના વ્યાસ સુધી કંઈ જ બચતું નથી. ગાઝામાં પ્રારંભિક યુદ્ધમાં ઇઝરાયલે 1 લાખથી વધુ બોમ્બ છોડ્યા હતા.
આ પણ વાંચોઃ ઈઝરાયલે તબાહી મચાવી છતાં લેબનોનનું સૈન્ય કેમ બચાવવા ન આવ્યું, જાણો તેની પાછળનું રાજકારણ
ઇઝરાયલને કેટલું નુકસાન?
આ સમગ્ર યુદ્ધમાં ઈઝરાયલે તેના 728 સૈનિકો ગુમાવ્યા હતા. ઈઝરાયલ પર 26 હજારથી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના આકાશમાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. ગાઝામાં હમાસના લગભગ 17 હજાર અને 800 લેબનોનમાં આતંકવાદીઓ માર્યા ગયા. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાંથી 4700 ટનલનો નાશ કર્યો હતો. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસની 40,300 જગ્યાઓ પર હુમલો કર્યો હતો. આ સિવાય હિઝબુલ્લાહના 11 હજાર ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા.
ગાઝા તરફથી ઈઝરાયલ પર 13200 રોકેટ-મિસાઈલ-ડ્રોન છોડવામાં આવ્યા હતા. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઓછામાં ઓછા 5000 રોકેટ. લેબનોનથી, હિઝબુલ્લાએ 12,000 રોકેટ-મિસાઇલો-ડ્રોન છોડ્યા હતાં. સીરિયાથી 60, યમનથી 180 અને ઈરાન તરફથી 400 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં લગભગ 4576 ઈઝરાયેલ સૈનિકો ઘાયલ થયા હતા.
યુદ્ધમાં 116 પત્રકારો પણ માર્યા ગયા...
ઓક્ટોબર 2023થી અત્યારસુધીમાં ઇઝરાયલ-હમાસ-હિઝબુલ્લાહ-હુથી યુદ્ધને કવર કરવા ગયેલા 116 પત્રકારો પણ યુદ્ધમાં માર્યા ગયા હતા. ક્યારેક તેઓ ઈઝરાયલના હવાઈ હુમલાનો શિકાર બન્યા તો ક્યારેક તેઓ આતંકવાદીઓની ગોળીઓના નિશાન બન્યા.