ઈઝરાયલે લેબેનોન-પેલેસ્ટાઈનમાં વર્તાવ્યો કહેર, 48 કલાકમાં 148 લોકોનાં મોતથી હાહાકાર
Israel-Hamas War: યુદ્ધ વિરામના પ્રયાસો વચ્ચે ઈઝરાયલે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે સૈન્ય અભિયાન તેજ કરી દીધું છે. આ કડીમાં શનિવારે લેબેનોન પર ઈઝરાયલના હુમલામાં 28 લોકોના મોત થઈ ગયાં હતાં. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મધ્ય બેરૂતમાં હવાઈ હુમલામાં 15 લોકોની મોત થઈ ગઈ હતી. વળી, રાજધાનીના ઉત્તર-પૂર્વમાં થયેલા હુમલામાં અન્ય 13 લોકોની મોત થઈ ગઈ હતી.
લેબેનોનની રાજધાનીમાં આ અઠવાડિયે ચોથીવાર હુમલો કરવામાં આવ્યો છે. લેબેનોનના સુરક્ષા અધિકારી અનુસાર, મધ્ય બેરૂતમાં એક આઠ માળની ઈમારતને નિશાનો બનાવવામાં આવ્યો. તેના પર ચાર મિસાઇલ છોડવામાં આવી હતી. આ હુમલામાં ટનલને તબાહ કરનારી મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો, ત્યાં ઊંડો ખાડો પડી ગયો હતો.
હિઝબુલ્લાહએ ઘણાં ઠેકાણાઓનો નિશાનો બનાવ્યો
ઈઝરાયલી વાયુસેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહની કેટલીક જગ્યાઓને પણ નિશાન બનાવી હતી. અમેરિકન રાજદૂત અમોસ હોચસ્ટીને તાજેતરમાં લેબેનોન અને ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. જણાવી દઈએ કે, 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલમાં જોરદાર હુમલો કર્યો હતો. ત્યારથી ઈઝરાયલ હમાસને ખતમ કરવા માટે ગાઝામાં સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. હમાસના સમર્થનમાં લેબેનોનથી હુમલા કરનારા હિઝબુલ્લાહ સામે પણ ઈઝરાયલી દળો કાર્યવાહી કરી રહ્યા છે. ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44,176 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
ઈઝરાયલી હુમલામાં છેલ્લા 48 કલાકોમાં 120 પેલેસ્ટાઇનના લોકોની મોત
હુમલામાં ઈઝરાયલની મહિલા બંધકનું મોત થઈ હતી. હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઉબૈદાએ કહ્યું કે, ઈઝરાયલની મહિલા જેને હમાસે બંધક બનાવી રાખી હતી, તે ઈઝરાયલના જ હુમલામાં મૃત્યુ પામી છે. વળી, પેલેસ્ટાઇનનાં ડૉક્ટરોએ શનિવારે કહ્યું કે, ગાઝાપટ્ટી પર ઈઝરાયલ સૈન્ય હુમલામાં છેલ્લાં 48 કલાકમાં 120 પેલેસ્ટાઇનના લોકોની મોત થઈ ગઈ. ઈઝરાયલની એક હોસ્પિટલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય કર્મચારીઓ ઘાયલ થયાં અને ઉપકરણોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. ઈઝરાયલી સેનાનું કહેવું છે કે, તેનું લક્ષ્ય હમાસના લડવૈયાના હુમલા રોકવા અને ફરી સંગઠિત થતા રોકવાનો છે.
બંધક બનાવવામાં આવેલી ઈઝરાયલની મહિલાની મોત
હમાસની સશસ્ત્ર પાંખે શનિવારે જણાવ્યું હતું કે, ઑક્ટોબર 2023ના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલી ઈઝરાયલી મહિલાનું ઉત્તરી ગાઝા યુદ્ધ ક્ષેત્રમાં મૃત્યુ થયું હતું અને ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તે તપાસ કરી રહી છે.
એઝેદીન અલ-કસમ બ્રિગેડના પ્રવક્તા અબૂ ઓબૈદાએ કહ્યું કે, અઠવાડિયાના અંતરાળ બાદ મહિલાઓને બંધક બનાવનાર સાથે ફરી સંપર્ક થઈ શક્યો. જેનાથી જાણ થઈ ગઈ કે, બંધકની ઉત્તરી ગાઝાના એક વિસ્તારમાં મારી નાંખવામાં આવી હતી, જ્યાં ઈઝરાયલની સેના કામ કરતી હતી.
અબૂ ઓબૈદાના નિવેદનમાં બંધકની ઓળખ જણાવવામાં નથી આવી તેમજ તેની હત્યા કેવી રીતે અને ક્યારે કરવામાં આવી તે પણ જણાવાયું નથી. ઈઝરાયલ સેનાએ એએફપીને જણાવ્યું કે, આ દાવાની તપાસ કરવામાં આવી રહી છે. અબુ ઓબૈદાએ કહ્યું કે, મહિલાને અન્ય મહિલા બંધક સાથે રાખવામાં આવી હતી, જેના જીવને જોખમ હતું.
આ પણ વાંચોઃ તાઈવાનના પ્રમુખ પેસિફિક દેશોની મુલાકાતે, યુ.એસ. જવા અંગે હજી અનિશ્ચિતતા છે
નજરકેદ દરમિયાન જીવિત હતી મહિલા
ગત વર્ષે હમાસના હુમલા દરમિયાન, જેણે ગાઝા યુદ્ધની શરૂઆત કરી હતી, આતંકવાદીઓએ 251 લોકોને બંધક બનાવી લીધા હતાં. જેમાંથી 97 હજુ સુધી ગાઝામાં છે. સેનાના જણાવ્યા અનુસાર, આ 97 માંથી 34ની મોત થઈ ચુકી છે. માનવામાં આવે છે કે, અબૂ ઓબૈદાના નિવેદન પહેલાં પાંચ સૈનિકો સહિત દસ મહિલાઓ નજરકેદ દરમિયાન જીવિત હતી.