ઈઝરાયલે વરસાવ્યો કહેર, એરસ્ટ્રાઈકમાં 12 સ્વાસ્થ્યકર્મીઓના લીધા જીવ, લેબેનોનમાં હાહાકાર
Israel-Hezbollah War: ઈઝરાયલ અને લેબેનોનમાં હેલ્થ ઈમરજન્સી સર્વિસના કેન્દ્ર પર હવાઈ હુમલામાં 12 સ્વાસ્થ્યકર્મીઓની મોત થઈ ચુકી છે. હુમલાના સમયે 20 સ્વાસ્થ્યકર્મી અહીં હાજર હતાં. ઈઝરાયલ સેના તરફથી હજુ સુધી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કાર્યવાહી જણાવી અને કહ્યું કે, લેબેનોનના સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી. આ પહેલાં, ઈઝરાયલે સીરિયામાં દમિશ્ક (Damascus) અને કુદસાયા (Qudsaya ) પર હવાઈ હુમલા કર્યાં, જેમાં 15 લોકોના મોત થઈ ગયાં અને અન્ય ઘાયલ થઈ ગયાં.
કમાન્ડ સેન્ટરને નિશાનો બનાવ્યા
દમિશ્કના માજેહમાં મિસાઇલ હુમલામાં પાંચ માળની ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, તેણે ઇસ્લામિક જેહાદ આતંકવાદી સમૂહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમાન્ડ સેન્ટર્સને નિશાનો બનાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કાર્યવાહી જણાવી કહ્યું કે, લેબેનોનના સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી.
આ હવાઈ હુમલા ઈરાનના દિગ્ગજ નેતા અલી ખામેનેઈના સલાહકાર અલી લારીઝાનીની સીરિયાની રાજધાનીમાં ઈરાની દૂતાવાસમાં પેલેસ્ટાઇનના જૂથના પ્રતિનિધિઓ સાથે બેઠકના થોડા સમય પહેલાં જ થયો હતો.
હિઝબુલ્લા પર નિશાનો
ઈઝરાયલ વાયુ સેનાએ ગુરૂવારે રાત્રે બેરૂતમાં હિઝબુલ્લાના હથિયારોના ગોડાઉન પર હુમલો કર્યો હતો. જે માળખા પર હુમલો કરવામાં આવ્યો હતો તે તમામ નાગરિક વિસ્તારના મધ્યમાં સ્થિત હતાં.
ઈઝરાયેલના સૈન્ય મથક પર હુમલાનો દાવો
હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે તેણે તેલ અવીવમાં તેલ હેમ લશ્કરી મથકને નિશાન બનાવ્યું હતું. તે લેબેનોન સરહદથી 120 કિલોમીટર દૂર સ્થિત છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઝ ઈઝરાયલ આર્મીના મિલિટરી ઈન્ટેલિજન્સ ડિવિઝનનું છે.
ઈઝારયલના હુમલાને આપશે વળતો જવાબ
ઈરાની સેનાના મુખ્ય કમાન્ડર અબ્દોલરહીમ મૌસવીએ કહ્યું કે, હાલ ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વળતો જવાબ આપવામાં આવશે. તેઓએ હુમલામાં મૃત્યુ પામેલા વાયુ સેનાના એક સભ્યના પરિવાર સાથે મુલાકાત દરમિયાન ટિપ્પણી કરી કે, અમે પ્રતિક્રિયાનો સમય રીતે રીત નિર્ધારિત કરીશું અને જ્યારે જરૂરી હશે, ખચકાશું નહીં.
લેબેનોનમાં હાલત જલ્દી સુધરશે
વળી, ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર લેબેનોનના નેતાઓ સાથે શુક્રવારે વાતચીત બાદ ટોચના ઈરાની અધિકારી અલી લારિઝાનીએ કહ્યું કે, યુદ્ધ વિરામને લઈને લેબેનોન સરકાર તરફથી લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનવું તે સમર્થન કરશે. અમને આશા છે કે લેબેનોનમાં જલ્દી પરિસ્થિતિ સામાન્ય થશે.