Get The App

હમાસ સાથે સમાધાન ઈચ્છે છે ઈઝરાયલ: યુદ્ધ ખતમ કરવા મોકલ્યો પ્રસ્તાવ, જાણો શું છે ખાસ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
હમાસ સાથે સમાધાન ઈચ્છે છે ઈઝરાયલ: યુદ્ધ ખતમ કરવા મોકલ્યો પ્રસ્તાવ, જાણો શું છે ખાસ 1 - image


Israel Hamas War : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ અને લેબેનોનમાં અનેક વિસ્ફોટોના ઘટનાક્રમ વચ્ચે ઈઝરાયલે યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. ઈઝરાયલે કહ્યું છે કે, જો અમારા તમામ બંધકોને એક સાથે મુક્ત કરવામાં અને ગાઝાને નિઃશસસ્ત્ર કરવામાં આવશે તો યુદ્ધ ખતમ થઈ શકે છે. પ્રસ્તાવમાં સાત ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ સિનવાર, ગાઝામાં વૈકલ્પિક શાસન, પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા સહિતનો ઉલ્લેખ કરાયો છે.

ઈઝરાયલે યુદ્ધ ખતમ કરવા મૂક્યો આ પ્રસ્તાવ

કાન સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ ઈઝરાયલે એક પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં કહેવાયું છે કે, અમે ગાઝા પટ્ટીમાં યુદ્ધ ખતમ કરવામાં માંગીએ છીએ. અહીંથી હમાસના પ્રમુખને પણ બહાર જવા માટે સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. હમાસ દ્વારા ગાઝામાં બંધક બનાવાયેલા તમામને મુક્ત કરવામાં આવે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તેમાં એમ પણ કહેવાયું છે કે, યુદ્ધ ખતમ થયા બાદ ગાઝામાં એક વૈકલ્પિક શાસન સ્થાપવામાં આવશે.

આ પણ વાંચો : છત પરથી મૃતદેહો ફેંકતો ઈઝરાયલી સૈનિકોનો વીડિયો વાયરલ, લોકોએ અમાનવીય કૃત્ય ગણાવ્યું

ઈઝરાયલે અમેરિકી અધિકારીઓ સમક્ષ રજૂ કરી યોજના

ઈઝરાયલના મીડિયા રિપોર્ટ મુજબ, એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, સરકારના પ્રતિનિધિ ગૈલ હિર્શે અમેરિકી અધિકારીઓ સમક્ષ બંધકોનો ઉલ્લેખ કરેલો પ્રસ્તાવ રજુ કર્યો હતો. હિર્શે આ પ્રસ્તાવ આરબ અધિકારીઓને સોંપવાની પણ આશા રાખી છે.

કાન સમાચારના રિપોર્ટમાં જણાવાયું છે કે, હિર્શે બંધકોના પરિવારને જણાવ્યું છે કે, ગત સપ્તાહે વ્હાઈટ હાઉસ અને અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકમાં યોજાઈ હતી, જેમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.

પ્રસ્તાવ મુજબ ઈઝરાયેલ યુદ્ધ ખતમ કરશે અને ગાઝા પટ્ટીમાં બંધક બનાવાયેલા તમામ 101 લોકોને પરત મોકલી દેવાશે. જોકે પ્રસ્તાવ હેઠળ કરાયેલી ચર્ચામાં બંધકો અને સૈનિકોને તબક્કાવાર મુક્ત કરવાની કોઈ વાત કરવામાં આવી નથી. ઈઝરાયેલ પોતાની જેલમાં બંધ પેલેસ્ટાઈની કેદીઓને પણ મુક્ત કરશે. આ ઉપરાંત સાત ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ સિનવારને પણ ગાઝા પટ્ટી છોડી દેવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો : 'મોબાઈલ, લેપટોપમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ...', પેજર બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત, લોકો ફેંકી રહ્યા છે ઈલેક્ટ્રિક ઉપકરણો

હમાસે પ્રસ્તાવ ફગાવ્યો

વોશિંગ્ટનમાં તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં બંને દેશો વચ્ચેના યુદ્ધ અંગે ચર્ચા ઉપરાંત પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, જેમાં ગાઝા પટ્ટીમાં નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કરાયો હતો. બંધકોના સંબંધીઓએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જોકે હમાસના અધિકારીઓએ આ પ્રસ્તાવને હાસ્યાસ્પદ કહી ફગાવી દીધો હતો. હમાસ પોલિત બ્યૂરોના સભ્ય ગાજી હમાદે પ્રસ્તાવને ફગાવી કહ્યું કે, ઈઝરાયેલના કારણે વાતચીત અટકી ગઈ છે. આરબના સમાચાર પત્ર અલ-અરબી અલ-જદીદ કહ્યું છે કે, ‘સિનવારને બહાર કાઢવાનો પ્રસ્તાવ હાસ્યાસ્પદ છે. 


Google NewsGoogle News