Get The App

ઇઝરાયલે લેબનોન સરહદે ટેન્કોનો કાફલો ખડક્યો : નવાજૂનીના એંધાણ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ઇઝરાયલે લેબનોન સરહદે ટેન્કોનો કાફલો ખડક્યો : નવાજૂનીના એંધાણ 1 - image


- ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલે આજે બીજા 11ને ઠાર કર્યા

- લેબનોન ગાઝાના માર્ગે, હુમલાનો મૃત્યુઆંક 700ને વટાવી ગયો, હજી પણ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત 

- એર સ્ટ્રાઇકમાં સીરિયાના પાંચ સૈનિકોના મોત

- યુએનમાં પીએમ નેતાન્યાહુની સાફ વાત, હીઝબુલ્લાહનો સફાયો નહીં  થાય ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ

તેલઅવીવ : ઇઝરાયલે લેબનોન સરહદ સંખ્યાબંધે ટેન્કો અને બખ્તરબંધ વાહનાનો રીતસરનો ખડકલો કર્યો છે. સંરક્ષણ  નિષ્ણાતનું માનવું છે કે યુદ્ધવિરામની દરખાસ્તને અવગણીને ઇઝરાયેલ  ગમે ત્યારે લેબનોન પર હુમલો કરી શકે છે. આમ ઇઝરાયેલ ગમે ત્યારે નવાજૂની કરે તેવા એંધાણ છે. ઇઝરાયેલ હમાસની જેમ હીઝબુલ્લાહને પણ કોઈપણ ભોગે નેસ્તનાબૂદ કરવા મક્કમ છે. 

આતંકવાદીઓને આતંકની જ ભાષામાં જવાબ આપવાના ધ્યેય સાથે ઇઝરાયેલે ઉત્તરી ઇઝરાયેલ તથા દક્ષિણ લેબનોન સરહદે તેના શસ્ત્ર સરંજામની જમાવટ કરવા માંડી છે. તેણે તેની બટાલિયનો અને ટેન્ક બ્રિગેડને તૈયાર કરી દીધી છે. તેણે તેની રિઝર્વ બટાલિયનોને પણ એક્ટિવેટ કરી દીધી છે. નેતન્યાહુને હીઝબુલ્લાહના નાશ સિવાય કશું ખપતું નથી. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ગેલેન્ટે તો સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમનો દેશ ભૂમિ આક્રમણ કરવા તૈયાર છે. 

ગેલેન્ટે જણાવ્યું હતું કે હીઝબુલ્લાહ અને તેના વડાઓને કોઈપણ પ્રકારની તક ન મળવી જોઈએ. હીઝબુલ્લાહને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દો. આ પ્રસંગે ઓપરેશન ડાયરેક્ટોરેટ મેજર જનરલ ઓડેડ બાસક અને ઇન્ટેલિજન્સ પ્રમુખ મેજર જનરલ શ્લોમી બિંડેર પણ હાજર હતા. લેબનોન પર ચાલતા હુમલાની તૈયારી વચ્ચે ઇઝરાયેલે ગાઝામાં સ્કૂલ પર કરેલા હુમલામાં કમસેકમ ૧૧ના મોત થયા છે અને ૨૨ ઇજા પામ્યા છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓ લોકોની વચ્ચે છૂપાયેલા હોવાથી તેણે આ હુમલા કરવા પડી રહ્યા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.

ઘરઆંગણે અને યુદ્ધ બંને મોરચે બરોબરના ખેરાયેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણઆવ્યું હતું કે ઇઝરાયેલ હીઝબુલ્લાહને ફટકા મારવાનું જારી રાખશે. ઇઝરાયેલનું ધ્યેય હીઝબુલ્લાહને હમાસની જેમ કાયમ માટે અપંગ કરી દેવાનું છે. આ ઉપરાંત ઇઝરાયેલે લેબનોન પર કરેલા હુમલાનો મૃત્યુઆંક ૭૦૦ને વટાવી ગયો છે. આ ઉપરાંત સીરિયાની સરહદ પર ઘૂસી કરેલા હુનસામાં સીરિયાના પાંચ સૈનિકોને મારી નાખ્યા હતા.

ઇઝરાયેલ સંમત થાય તેવી સંભાવના

અમેરિકા-ફ્રાન્સને 21 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવનો વિશ્વાસ 

- અમેરિકા અને ફ્રાન્સના મંત્રીમંડળે યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી 

અમેરિકાએ રજૂ કરેલી હીઝબુલ્લાહ સાથેની ૨૧ દિવસની યુદ્ધ વિરામ યોજના ઈઝરાયેલે ફગાવી દીધી છે.  આ રીતે ઈઝરાયેલ તેના સૌથી મોટા સહાયક અમેરિકાની પણ અવગણના કરી છે. 

ઈઝરાયેલના આ વલણ છતાં અમેરિકા અને ફ્રાંસ હજી પણ આશા રાખે છે કે છેવટે ઈઝરાયેલ ૨૧ દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થશે. અમેરિકાએ બુધવારે રજૂ કરેલી આ યોજના વિષે યુએનની જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા ગયેલા યુએસ અને ફ્રાંસના પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ થઈ ગયો છે.

દરમિયાન ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનને સ્પર્શીને રહેલી તેની ઉત્તરની સીમાએ લશ્કરી કવાયત શરૂ કરી દીધી છે. તે ક્યારે હુમલા કરશે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે હવે, ઓલ આઉટ રીજીયોનલ વોર શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.


Google NewsGoogle News