Get The App

VIDEO: ઈઝરાયલના ભયાનક હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર ઠાર, 8 મોત અને 59ને ઈજા થઈ હોવાનો લેબેનોનનો દાવો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
VIDEO: ઈઝરાયલના ભયાનક હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર ઠાર, 8 મોત અને 59ને ઈજા થઈ હોવાનો લેબેનોનનો દાવો 1 - image


Israel-Lebanon Attack : લેબેનોનમાં પેઝર-મોબાઈલ સહિત ઈલેકટ્રોનીક ડિવાઈસમાં વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે ભારેલા અગ્નિજેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ બંને તરફથી એકબીજા પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ ઈઝરાયલી સેનાએ બેરુતમાં છ સ્થળોએ હુમલો કર્યો છે.

હુજબુલ્લાના કમાન્ડર સહિત આઠના મોત

હુમલા બાદ લેબેનોનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયલી સેનાએ બેરુલના કેટલાક સ્થળે હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત અને 59 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ બેરુતમાં કરાયેલા હુમલામાં હિઝબુલ્લાના સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલને નિશાન બનાવાયો હોવાનું ખુદ ઈઝરાયલી સેનાએ કહ્યું છે.

હુમલામાં હિઝબુલ્લાના કમાન્ડરનું મોત

ઈઝરાયલે હુમલા અંગે દાવો કર્યો છે કે, બેરુત પર વિમાની હુમલામાં હિઝબુલ્લાનો વરિષ્ઠ અધિકારી ઈબ્રાહિમ અકીલનું મોત થયું છે. જોકે આ અંગે હિઝબુલ્લાએ પુષ્ટિ કરી નથી.

અકીલ યુએસ એમ્બેસી હુમલાનો વોન્ટેડ આરોપી

અકીલ હિઝબુલ્લાહના એલીટ રાદવાન ફોર્સનો પ્રમુખ પણ હતો. અમેરિકાએ અકીલ પર 70 લાખ ડોલરનું ઈનામ રાખ્યું હતું. તે 1983માં બેરૂતમાં યુએસ એમ્બેસી પર થયેલા હુમલામાં વોન્ટેડ હતો. અમેરિકન અને જર્મન નાગરિકોને બંધક બનાવવાના અન્ય કેસમાં પણ તેની ભૂમિકા હતી.


Google NewsGoogle News