Get The App

ઇરાનના પરમાણુમથકો પર ઇઝરાયેલ હુમલો કરી શકે

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
ઇરાનના પરમાણુમથકો પર ઇઝરાયેલ હુમલો કરી શકે 1 - image


ઇઝરાયેલનો હુમલો મોટા યુદ્ધને છેડી શકે

અમેરિકાની મદદ વગર ઇરાન પર હુમલો ન થઈ શકે તેવો યુએસ અધિકારીનો દાવો

તેહરાન: આ વર્ષના પ્રારંભમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો છે, આમ છતાં એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલ આ વર્ષના અંત સુધીમાં ઇરાનના પરમાણુ મથકો પર હુમલો કરી શકે છે. આમ થાય તો મધ્યપૂર્વમાં મોટું યુદ્ધ થઈ શકે છે. આ યુદ્ધના લીધે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો પણ પેદા થઈ શકે છે. ૨૦૨૪માં ઇરાન અને ઇઝરાયેલ ઘણી વખત એકબીજા સામે આવી ગયા હતા અને તેના લીધે યુદ્ધની સંભાવના પણ સર્જાઈ હતી, બંનેએ એકબીજા પર હુમલો કર્યા હોવા ચતાં સદનસીબે સ્થિતિ યુદ્ધમાં ન પરિણમી. હવે જો ઇઝરાયેલ ઇરાનના પરમાણુ મથકો પર હુમલા કરે છે તો સ્થિતિ બેકાબૂ થઈ શકે છે.

સીએનએનસ મુજબ ઇઝરાયેલના લશ્કરનું વલણ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં અલગ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી થાય, પરંતુ ઇઝરાયેલ તેમ ઇચ્છતું નથી. ઇઝરાયેલ ઇરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરી નાખવા ઇચ્છે છે. આ ઉપરાંત તે ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવવા પણ ઇચ્છે છે. આ માટે તે ફંડિંગ પણ કરી શકે છે. તેના લીધે ઇરાનમાં રાજકીય યુદ્ધ પણ જોવા મળી શકે છે. 

એક અમેરિકન અધિકારીને ટાંકીને સીએનએને જણાવ્યું છે કે જો ઇઝરાયેલ ઇચ્છે છે કે તે ઇરાનના પરમાણુ મથકોને સંપૂર્ણપણે ખતમ કરી દે તો પણ તે અમેરિકાના લશ્કરની મદદ વગર આમ ન કરી શકે. તેને આ માટે અમેરિકાના હવામાં જ તેલ ભરતાં ફાઇટર જેટ અને બંકરોને ખતમ કરતાં બોમ્બની જરૂર પડશે. તેથી અમેરકાની મદદ વગર તેના માટે આ પ્રકારનો હુમલો કરવો અશક્ય છે.


Google NewsGoogle News