યુદ્ધના એલાન વચ્ચે અનેક એરલાઇન્સનો મોટો નિર્ણય, વિદેશ જનારા લોકો ખાસ વાંચી લો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Flights Cancelled


All Flights To Middle East Cancelled: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ જતાં ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી વધી છે. આ દરમિયાન યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે મધ્યપૂર્વ તરફ જતી ફ્લાઈટો કેન્સલ કરવાની જાહેરાત કરી છે. 

યાત્રીઓ ખાસ વાંચી લે... 

મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને વિમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મુખ્ય એરલાઇન્સે તેમની સેવાઓ અટકાવી દીધી છે. ઘણી એરલાઇન્સે તેમની સેવાઓ અસ્થાયીરૂપે સસ્પેન્ડ પણ કરી છે. એવામાં મધ્યપૂર્વના દેશોની યાત્રાની યોજના બનાવી રહેલા મુસાફરોએ તેમના પ્લાનમાં મોટાપાયે ફેરફાર કરવા પડી શકે છે. 

કઈ કઈ એરલાઇન્સે સેવાઓ અટકાવી? 

ખાસ કરીને એર ઈન્ડિયા, એર ફ્રાન્સ-કેએલએમ, લુફ્થાન્સા, કૈથે પેસિફિક અને ડેલ્ટા એરલાઇન્સ સહિત અનેક કંપનીઓએ સુરક્ષાના કારણોસર તેલ અવીવ, બેરુત અને અન્ય લક્ષ્યાંક સુધીની સેવાઓ અટકાવી દીધી છે.

વિવિધ એરલાઇન્સે લીધા નિર્ણય

•એર ઇન્ડિયા: ભારતીય એરલાઇન કંપનીએ આગામી સૂચના સુધી ઈઝરાયલના તેલ અવીવ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.

•એર અલ્જેરી: અલ્જેરિયન એરલાઈને લેબેનોન માટે તેની તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી રદ કરી દીધી છે.

•એર ફ્રાન્સ-કેએલએમ: એર ફ્રાન્સે 19મી સપ્ટેમ્બર સુધી બેરૂત અને તેલ અવીવ માટેની તમામ   સેવાઓ રદ કરી. જો કે, આજે પણ તેમની સેવાઓ સુચારૂ રીતે કામ નથી કરી રહી. KLM એ 26મી ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ અને બેરૂત અને અન્ય સ્થળોની સેવાઓ 31મી માર્ચ, 2025 સુધી સ્થગિત કરી દીધી છે.

•કેથે પેસિફિક: હોંગકોંગ સ્થિત એરલાઈને માર્ચ 2025 સુધી તેલ અવીવ જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. 

ડેલ્ટા એરલાઇન્સ: અમેરિકન કેરિયરે 31મી ડિસેમ્બર, 2024 સુધી ન્યૂયોર્ક અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઇટ્સ સ્થગિત કરી છે.

•લુફ્થાંસા ગ્રૂપ: જર્મન એરલાઇન્સે 19મી સપ્ટેમ્બર સુધી તેલ અવીવ અને તહેરાન જતી તમામ ફ્લાઈટ અટકાવી દીધી છે, જ્યારે બેરૂતની ફ્લાઇટ્સ 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.

યુદ્ધના એલાન વચ્ચે અનેક એરલાઇન્સનો મોટો નિર્ણય, વિદેશ જનારા લોકો ખાસ વાંચી લો 2 - image



Google NewsGoogle News