ઈઝરાયલના 15 જવાનોના મોત, IDFએ કહ્યું- 'મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું', તો ઈરાને આપી ધમકી
Israel-Lebanon Conflict Row: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે લેબેનોનમાં ઈઝરાયલના કમાન્ડર સહિત 15 જવાનોના જીવ ગયા. બુધવારે (2 ઓક્ટોબર, 2024) ઈઝરાયલની મિલિટરી તરફથી માહિતી આપવામાં આવી છે કે લેબેનોનમાં તેમની ટીમના કમાન્ડરને ઠાર મરાયા છે. આ લેબેનોનમા ઘૂસણખોરી બાદ ઈઝરાયલ તરફથી જાહેર કરાયેલી મોતની પહેલી ઘટના છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, મૃતકોની ઓળખ 22 વર્ષના કેપ્ટન એતન એત્ઝાક ઓસ્ટર તરીકે થઈ છે. તેઓ ઈગોઝ યૂનિટમાં તહેનાત હતા.
મિડલ ઈસ્ટમાં અમે ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ : ઈઝરાયલ મિલિટરી ચીફ
જી-7ની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઈઝરાયલના મિલિટરી ચીફે કહ્યું કે, ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપીશું. મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું. તો અમેરિકાએ કહ્યું કે, ઈઝયરાલની સુરક્ષાથી પાછળ નહીં હટીએ. ઈરાન વધુ કોઈ હુમલા ના કરે. જ્યારે યુએન મહાસચિવે ઈઝાયરલ પર ઈરાનના હુમલાની નિંદા કરી. UNએ કહ્યું કે, યુદ્ધના ગંભીર વિનાશકારી પરિણામ હશે. તો જોર્ડને કહ્યું કે, અમે યુદ્ધનું મેદાન નહીં બનીએ. નાગરિકોની સુરક્ષા પહેલી જવાબદારી. ઈરાનના મેજર જનરલ મહોમ્મદ બેઘેરીએ ઈઝરાયલને ધમકી આપી છે. તેણે કહ્યું કે, ઈઝરાયલે કંઈ કર્યું તો બે ગણો મોટો હુમલો કરીશું.
આ પણ વાંચો : જાણો, ઇઝરાયેલ અને ઇરાનનું યુદ્ધ ફાટી નિકળેતો કોની પાસે છે વધારે આર્થિક તાકાત ?
PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું- 2024 જીતનું વર્ષ હશે
આ વચ્ચે, સ્કાઈ ન્યૂઝ એરેબિયાને ઈઝરાયલી સૂત્રો તરફથી માહિતી અપાઈ છે કે, દક્ષિણ લેબેનોનમાં થયેલી અથડામણ દરમિયાન 14 ઈઝરાયલના સૈનિકોના મોત થયા છે. જોકે, હિઝબુલ્લાહ અને ઈરાન વિરૂદ્ધ પોતાના અભિયાનોને લઈને આગળ વધી રહેલા ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પોતાના દેશના ન્યૂ યર પર મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, 'આ સંપૂર્ણ વિજયનું વર્ષ હશે.'
תהא שנת ניצחון מוחלט.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 2, 2024
שנה טובה לעם ישראל ❤️🇮🇱 pic.twitter.com/VPM5BfekSj
આજની રાત ઈરાન માટે ભારે?
ઈરાનના હુમલા બાદથી જ ઈઝરાયલે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ ઈઝરાયલ હવે મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ઈઝરાયેલ ઈરાનને જવાબ આપવા માટે તૈયાર છે અને માનવામાં આવી રહ્યું છે કે કેટલાક ઠેકાણાઓને સિલેક્ટ પણ કરી લેવાયા છે. ઈઝરાયલના મુખ્ય નિશાના પર પરમાણુ ઠેકાણું, યૂરેનિયમ ખાણ, સૈન્ય અડ્ડા, અને રિસર્ચ રિએક્ટર છે જે અરાક, ઈફ્તહાન, બશહર, ફોરદો અને નાતંજમાં સ્થિત છે. આ સિવાય તેહરાનમાં રિસર્ચ રિએક્ટર અને સઘન-યઝ્દમાં યૂરેનિયમ ખાણો પણ નિશાના પર હોય શકે છે.