ઈઝરાયલે તબાહી મચાવી છતાં લેબેનોનનું સૈન્ય કેમ બચાવવા ન આવ્યું, જાણો તેની પાછળનું રાજકારણ
Iran-Israel War: લેબેનોનમાં ઇઝરાયલી બોમ્બ ધડાકા અને જમીની આક્રમણની શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા હતા કે લેબેનોનની સેના ક્યાં છે, શું તેઓ લેબેનોનની સરહદ પર તૈનાત નથી, શું લેબેનોનની સુરક્ષાની જવાબદારી બિન સરકારી લશ્કર હિઝબુલ્લાહની છે? હવે દેશના કાર્યવાહક વડા પ્રધાને દક્ષિણ લેબેનોનમાં લેબનીઝ આર્મીની હાજરી પર મોટું નિવેદન આપ્યું છે.
રવિવારે મીડિયા રિપોર્ટ્સને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં લેબેનોનના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ જણાવ્યુ છે કે, લેબેનોનની સેના દક્ષિણમાં તેની હાજરી વધારવા અને ઇઝરાયલ તથા હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવા માટે તૈયાર છે, જો કે તેને લશ્કરી સાધનો પૂરા પાડવામાં આવે. દક્ષિણમાં સ્થિરતાનો પાયો યુએનના ઠરાવ 1701ને અમલમાં મૂકીને જ નાખવામાં આવી શકે છે. નજીબ મિકાતીએ યુદ્ધવિરામ માટે લેબેનોનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, લેબનીઝ સેના દક્ષિણમાં વધારાના દળો મોકલવા માટે તૈયાર છે પરંતુ તેની પાસે ચોક્કસપણે સૈન્યનો અભાવ છે.
આર્મી પાસે શસ્ત્રો નહીં
2006 પછી પ્રથમ વખત, ઇઝરાયલે લેબેનોનમાં ગ્રાઉન્ડ એક્શન શરૂ કર્યું છે, તેથી દરેક પૂછે છે કે લેબનીઝ સેના ક્યાં છે? સૈદ્ધાંતિક રીતે, આવી બાહ્ય ઘૂસણખોરીનો સામનો કરવાની જવાબદારી દેશની સેનાની છે, પરંતુ સમગ્ર સંઘર્ષ દરમિયાન લેબનીઝ સેના ગેરહાજર રહી છે. લેબનીઝ સેનાને અમેરિકા અને સાઉદીની મદદથી હથિયારો મળે છે. પરંતુ ત્યાં કોઈ સ્થાયી સરકાર કે રાષ્ટ્રપતિ ન હોવાથી તેની આર્થિક સ્થિતિ કથળેલી છે. લેબેનોન આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, જેની અસર સેના પર પણ જોવા મળી છે. લેબેનોનની સેના પાસે કોઈ શસ્ત્ર સરંજામ નથી. જેની મદદથી તે ઈઝરાયલની સેનાને જવાબ આપી શકે.
આ પણ વાંચોઃ ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂરું, 42000ના મોત, લાખો બેઘર, ગાઝા ખંડેર થયું
લેબેનોનના વડાપ્રધાને મદદ માગી
લેબેનોન સેનાને અમેરિકા અને સઉદી અરબ પાસેથી મદદ મળે છે. લેબેનોનમાં શિયા દળોને ઈરાન જેવા ઈસ્લામિક ક્રાંતિને અટકાવવા માટે સઉદી અને અમેરિકા મદદ કરે છએ. પરંતુ લેબેનોનની સેના એટલી મજબૂત નથી કે, ઈઝરાયલ સામે લડાઈ કરી શકે.
લોકો બેઘર બન્યા
મિકાતીએ ભાર મૂક્યો કે, ‘અમારી પ્રાથમિકતા સ્થિરતા અને દક્ષિણમાંથી બેઘર થઈ ગયેલા લોકોની તેમના ઘરોમાં પરત ફરવાની છે. અમે ગોળીબાર શરૂ કરવાનો નિર્ણય લીધો નથી, પરંતુ જો યુદ્ધવિરામ પર સંમતિ થાય છે, તો લેબેનોન તેનું સંપૂર્ણ પાલન કરશે, લેબનીઝ તરફથી કોઈ ગોળીબાર કરવામાં આવશે નહીં.’
15 લાખ લોકોને અસર
ઈઝરાયલના હુમલાના કારણે લેબેનોનના આશરે 15 લાખ લોકો ઘરવિહોણા થઈ ચૂક્યા છે. અને 2000થી વધુ લોકો માર્યા ગયા છે. 800થી વધુ લોકો શરણાર્થી કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. ડઝનો ઈમારતો કાટમાળમાં ફેરવાઈ છે.