જર્મન ટેટૂ આર્ટિસ્ટની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરાવનાર હમાસના આતંકીને ઈઝરાયેલે ઢાળી દીધો

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
જર્મન ટેટૂ આર્ટિસ્ટની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરાવનાર હમાસના આતંકીને ઈઝરાયેલે ઢાળી દીધો 1 - image


તેલ અવીવ ,તા.19 નવેમ્બર 2023

સાત ઓકટોબરના રોજ હમાસના આતંકીઓએ જ્યારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારે જર્મન ટેટૂ આર્ટિસ્ટ શાની લાઉકને બંધક બનાવી હતી અને બાદમાં અર્ધનગ્ન હાલતમાં તેની પરેડ કરાવી હતી. 

શાની લાઉકની હત્યા કરી દેવામાં આવી હતી

આ હરકત કરનાર આતંકીને ઈઝરાયેલની સેનાએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો દાવો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શાની લાઉકની હત્યા કરી દેવામાં આવી હોવાની વાતને સમર્થન મળ્યુ હતુ. જોકે ઈઝરાયેલની સેનાએ તેની હત્યાનો બદલો લેવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલના લેખક તેમજ ન્યૂઝ કન્ટ્રીબ્યુટર ઓલી લંડને પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈઝરાયેલની સેનાને ટાંકીને ઉપરોક્ત દાવો કર્યો છે અને કહ્યુ છે કે, જે આતંકીએ શાનીની ગાઝાના રસ્તાઓ પર પરેડ કરાવી હતી તેને ઢાળી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, સાત નવેમ્બરે હમાસના આતંકીઓએ હુમલા દરમિયાન નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી શાનીનુ અપહરણ કર્યુ હતુ.


Google NewsGoogle News