સીરિયાની અશાંતિનો લાભ લઇ ઇઝરાયેલ નક્શો બદલી રહ્યું છે
- વ્યૂહાત્મક તેવી સંપૂર્ણ ગોલન હાઈટ્સ પર ઇઝરાયેલે કબજો જમાવ્યો : ત્યાં સેના મથકો, ઉદ્યોગો અને સ્ટુડન્ટ વિલેજ બનાવાશે
તેલઅવિવ : સીરીયામાં ગૃહયુદ્ધ ચરમસીમા પર છે. દેશમાં સત્તાપલટો થઇ ગયો છે. પ્રમુખ બશર-અલ-અસદ નાસીને મોસ્કો પહોંચી ગયા છે. આ ધમાલ-ધાંધલમાં ઇઝરાયેલે ઉત્તરની વ્યૂહાત્મક તેવી ગોલન હાઈટ્સ પર કબજો જમાવી દીધો છે. તેઓએ ત્યાં વસ્તીનું સમીકરણ પણ બદલી નાખવા માંગે છે.
પી.એમ. નેતન્યાહૂની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટીંગમાં ૧૧ મિલિયન ડોલરનાં ફંડને મંજુરી આપવામાં આવી છે. તે દ્વારા ત્યાં કોલોનીવ સાવવામાં આવશે, ઉદ્યોગો સ્થાપવામાં આવશે. એક સ્ટુડન્ટ વિલેજ પણ બનાવાશે. સૌથી પહેલા સૈન્ય મથક પણ સ્થાપવામાં આવશે. ત્યાં વધુને વધુ યહૂદીઓને વસાવી વસ્તીનું સમીકરણ બદલી નખાશે.
ગોલન હાઇટ્સ વિસ્તારમાં યહૂદીઓ અને ડ્રઝની ૫૦-૫૦ ટકા વસ્તી છે. હવે ત્યાં વધુને વધુ યહૂદીઓને વસાવી વસ્તીનું સમીકરણ બદલી નખાશે.
તે સર્વવિદિત છે કે, પહેલા તે વિસ્તાર સીરીયા પાસે હતો પરંતુ ૧૯૬૭નાં યુદ્ધમાં ઇઝરાયેલે તેના મોટાભાગના વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો. તે યુદ્ધ તેણે એકલે હાથે કેટલાએ આરબ દેશો સામે લડી વિજય પ્રાપ્ત કર્યો હતો. માત્ર છ દિવસનાં યુદ્ધમાં તેણે રાજ્યોનો સપાટો બોલાવી દીધો હતો.
મોટાભાગના આરબ દેશો ઇઝરાયેલે ગોલન હાઈટ્સ પરના કબજોને સ્વીકાર્ય નથી ગણતાં પરંતુ ૨૦૧૯માં અમેરિકાએ ઇઝરાયેલના કબજાને સ્વીકાર્ય ગણ્યો તેનો આરબ દેશોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.
અત્યારે ઇઝરાયેલ દ્વારા ગોલન હાઇટ્સ પૂરેપૂરી કબજામાં લઇ લેવાના ઇઝરાયેલનાં પગલાનો સઉદી અરેબિયાએ પણ વિરોધ કર્યો છે. તેણે કહ્યું છે કે આ ઇઝરાયેલનું એક નવું ષડયંત્ર છે.