Get The App

ઈરાનની ન્યુક્લિયર સાઈટસને ઈઝરાયેલ ટાર્ગેટ કરશે? વોર કેબિનેટની બેઠકમાં ચર્ચા

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
ઈરાનની ન્યુક્લિયર સાઈટસને ઈઝરાયેલ ટાર્ગેટ કરશે? વોર કેબિનેટની બેઠકમાં ચર્ચા 1 - image

image : Twitter

Israel Iran War : ઈઝરાયેલે સીરિયા સ્થિત ઈરાનની કોન્સ્યુલેટ પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલો ઝીંકી હતી. જેના કારણે અત્યારે મિડલ-ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 

ઈઝરાયેલે ઈરાનને વળતો જવાબ આપવા માટે વોર કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટે ઈરાન પર વળતી કાર્યવાહી કરવા માટેના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે પણ ઈઝરાયેલે ક્યારે અને કેવી રીતે હુમલો કરવો જોઈએ તે અંગે વોર કેબિનેટના સભ્યોએ અલગ અલગ અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. 

સૂત્રોએ કહ્યુ હતુ કે, 'વોર કેબિનેટમાં ઈરાનની ન્યુક્લિયર સાઈટસને પણ ઈઝરાયેલ ટાર્ગેટ કરવા અંગે ચર્ચા થઈ હતી. ઈરાનમાં નતાંજ, ઈસ્ફહાન, અરાક, ફોરહદો અને બુસ્હર ખાતે ન્યુક્લિયર સાઈટસ આવેલી છે . ઈઝરાયેલ ઈરાનના ન્યુક્લિયર બોમ્બ બનાવવાના પ્રોજેકટને ફટકો મારી શકે છે. તેના કારણે ઉપરોકત સાઈટસ પર ઈઝરાયેલ એર સ્ટ્રાઈક રવાનુ વિચારી રહ્યુ છે. '

ઈઝરાયેલના સંભવિત હુમલાને જોતા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એલર્ટ પર છે. એજન્સીએ કહ્યુ છે કે,'ઈઝરાયેલ દ્વારા હુમલાની શક્યતાના કારણે અમે ચિંતિત છે. '

ઈરાનના હુમલા બાદ 24 કલાકમાં બે વખત ઈઝરાયેલની વોર કેબિનેટ મળી ચુકી છે. આ બેઠકમાં ઈરાને કરેલા હુમલાની સામે વળતો જવાબ આપવાનો દ્રઢ નિર્ધાર ઈઝરાયેલી સેનાના ચીફ ઓફ સ્ટાફ હેરઝી હલેવીએ કર્યો છે. 

વોર કેબિનેટનુ કામ યુધ્ધની રણનીતિ નક્કી કરવાનુ છે. જેમાં કુલ પાંચ સભ્યો છે. જોકે કેબિનેટના મંત્રીઓ તથા સેનાના ઉચ્ચાધિકારીઓ પણ તેની બેઠકમાં હાજર રહેતા હોય છે. ઈઝરાયેલના બંધારણમાં એવો કોઈ કાયદો હાલ તો નથી કે જે કેબિનેટના અધિકારીઓની વ્યાખ્યા સ્પષ્ટ કરતો હોય. આમ છતા વોર કેબિનેટ જ નક્કી કરે છે કે, ક્યારે અને ક્યાં હુમલો કરવો છે. જો યુધ્ધ વિરામની જાહેરાત પણ કરવી હોય તો વોર કેબિનેટની મંજૂરી જરુરી હોય છે. 

દરમિયાન ઈઝરાયેલના રાજદૂત ગિલાદ એર્દાને પણ જણાવ્યુ છે કે, 'ઈરાને તમામ મર્યાદાઓ ઓળંગી નાંખી છે અને ઈઝરાયેલને તેનો સીધો જવાબ આપવાનો હક છે. અમે માત્ર બૂમો પાડવામાં નથી માનતા. અમારો દેશ સાહસિક છે. અમે અમારા ભવિષ્યને બચાવીશું.'


Google NewsGoogle News