હાનિયાની હત્યા બાદ ઈરાનનો વળતો જવાબ, ઈઝરાયેલ પર મિસાઈલ એટેક બાદ દેશભરમાં રેડ એલર્ટ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
હાનિયાની હત્યા બાદ ઈરાનનો વળતો જવાબ, ઈઝરાયેલ પર મિસાઈલ એટેક બાદ દેશભરમાં રેડ એલર્ટ 1 - image


Israel-Iran Missile Attack : ઈરાનની રાજધાની તેહરાન (Tehran)માં હમાસના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh)ની હત્યા બાદ ઈરાને વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. આજે (4 ઓગસ્ટ) લેબનોન (Lebanon) તરફથી ઈઝરાયેલ પર ડઝથી વધુ મિસાઈલ એટેક કરાયો છે. આ દરમિયાન સતત સાયરસનો પણ અવાજ સંભળાયો છે. આ એટેક બાદ ઈઝરાયેલે દેશભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે ઈઝરાયેલે પોતાની આયરન ડોનથી આકાશમાં જ તમામ મિસાઈલોને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે.

હાનિયાના મોતના જુદા જુદા દાવા

બીજીતરફ ઈરાનના ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ હાનિયાની હત્યા અંગે મોટો ખુલાસો કર્યો છે. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે, હમાસના કમાન્ડરની શૉર્ટ રેન્જ મિસાઈલ ફાયર કરીને હત્યા કરવામાં આવી છે. આ મિસાઈલમાં સાત કિલો વિસ્ફોટ સામગ્રી હતી. આ પહેલા મીડિયા અહેવાલોમાં હાનિયાને બોંબ વિસ્ફોટથી માર્યો હોવાનો દાવો કરાયો હતો. આઈઆરજીસીએ હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ગણાતી ઘડીઓ

ઈઝરાયેલે રેડ એલર્ટ જાહેર કર્યું

આ ઉપરાંત આઈઆરજીસીએ અમેરિકા પર પણ સાથ આપવાનો દાવો કર્યો છે. તો બીજીતરફ યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાને રાખી અમેરિકા (America), ભારત (India) અને બ્રિટને (Britain) પોતાના નાગરિકોને લેબનોન છોડવાની સલાહ આપી છે. હાલ મિડલ ઈસ્ટમાં ભારે તંગદીલી છે, અહીં કોઈપણ સમયે યુદ્ધ થઈ શકે છે. ઈઝરાયેલે પણ રૉકેટ એટેકની સંભાવનાને ધ્યાને રાખી રેડ એલર્ટ જાહેર કર્યું છે.

અમેરિકાએ મધ્યપૂર્વમાં ફાઈટર જેટ, વૉરશિપ તહેનાત કર્યા

હાનિયાની હત્યા બાદ અમેરિકાએ પહેલેથી જ કહ્યું છે કે, ઈરાન હાનિયાના મોતનો બદલો લેવા ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં ફાઇટર પ્લેન અને યુદ્ધ જહાજો તહેનાત કરી દીધા છે. તેહરાનમાં હમાસ નેતા અને બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડરની હત્યા બાદ ઈરાન અને તેના સાથીઓ દ્વારા બદલો લેવાની ધમકી બાદ અમેરિકા હરકતમાં આવી ગયું છે. અમેરિકાએ નિવેદન આપ્યું છે કે, અમેરિકન રક્ષા વિભાગ મધ્ય પૂર્વમાં ફાઈટર જેટ સ્ક્વોડ્રનને તહેનાત કરશે. તે આ વિસ્તારમાં એરક્રાફ્ટ કેરિયરની જાળવણી કરશે. પેન્ટાગોને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ઈરાનના હુમલાથી ઇઝરાયલને બચાવવાની તૈયારીના ભાગરૂપે આ પગલાં લીધા છે. 

આ પણ વાંચો : ઈરાન હુમલો કરશે તે ગણતરીએ ઈઝરાયેલ-યુએસએ તૈયારી કરી

170 ડ્રોન, 30 ક્રુઝ અને 120 બેલેસ્ટિક મિસાઈલ મોકલાઈ

હાનીયાના મોત બાદ એવો પણ દાવો કરાયો છે કે, IDFને તેના પાડોસી દેશોમાં ઈરાન દ્વારા 170 ડ્રોન, 30 ક્રુઝ મિસાઈલ અને 120 બેલેસ્ટિક મિસાઈલ મોકલી હોવાની માહિતી મળી છે. એક્સિયોસે અમેરિકન જાસૂસોનો હવાલો આપતા કહ્યું કે, ઈરાન થોડા જ દિવસોમાં ઈઝરાયેલ પર હુમલો કરશે. લેબનોનની રાજધાની બેરૂતમાં પોતાના વરિષ્ઠ કમાન્ડરની હત્યા બાદ હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે અને તે ઈરાન સાથે તેમાં સામેલ થશે.

ઇઝરાયલે ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે (Israel) ત્રણ દિવસમાં તેના ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે. મંગળવારે લેબનોનની (Lebanon) રાજધાની બેરૂત (Beirut)માં ફવાદ શુકર (Fouad Shukr)ની, બુધવારે તેહરાનમાં હમાસના કમાન્ડર વડા ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh) અને ગુરુવારે બેરૂતમાં ઈરાનના સુરક્ષા સલાહકાર મિલાદ બેદી (Milad Bedi)ની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા મહિને તેના એક હુમલામાં મોહમ્મદ ડેઇફ પણ માર્યા ગયો હતો. ટોચના નેતાઓના મોત હમાસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેના એક દિવસ પહેલા જ તેહરાનમાં તેના રાજકીય વડાની હત્યા કરવામાં આવી અને હવે લશ્કરી વડાની પણ હત્યા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હમાસ પાસે હાલમાં રાજદ્વારી અને લશ્કરી સ્તરે કોઈ નેતૃત્વ કરનાર લીડર નથી.

આ પણ વાંચો : ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ ભણકારા વચ્ચે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર


Google NewsGoogle News