Get The App

ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો 1 - image


Israel-Iran War: ઈરાન હવે ઈઝરાયલ સામે બદલો લેશે, તે નિશ્ચિત છે, પરંતુ આ વખતે ઈરાન અમેરિકા સામે પણ બદલો લેશે. ઈરાન અને તેના પ્રોક્સીઓ અરેબિયામાં અમેરિકાના સૈન્ય મથકને નષ્ટ કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટથી ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ અને તેની સેનાની ખતરનાક પ્લાન બનાવી છે.

ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો થઈ શકે છે

અહેવાલો અનુસાર, ઈરાન માત્ર મિસાઈલથી ઈઝરાયલ પર હુમલો નહીં કરે પરંતુ ઈઝરાયલની બહાર પોતાના ટાર્ગેટને પણ બ્લાસ્ટ કરી શકે છે. ઈરાને ઈઝરાયલની સાથે અમેરિકાને પણ નુકસાન પહોંચાડવાનો પ્લાન તૈયાર કર્યો છે. ઈરાન ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરી શકે છે. અમેરિકા અને યુરોપમાં ઈઝરાયલની દૂતાવાસો જોખમમાં છે. અરેબિયામાં અમેરિકન મિલિટરી બેઝ પર પણ હુમલો કરી શકે છે.

ઈરાને સ્લીપર સેલને સક્રિય કરી દીધા

ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે એક સાથે ત્રણ મોરચા ખોલવા જઈ રહ્યું છે. ઈરાનના સ્લીપર સેલ અને આત્મઘાતી બોમ્બર અમેરિકા અને યુરોપમાં હુમલા કરશે. ઈરાને ઘણાં દેશોમાં હાજર તેના સ્લીપર સેલને સક્રિય કરી દીધા છે. આત્મઘાતી બોમ્બરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઈઝરાયલની અંદર આત્મઘાતી બોમ્બરોને વીવીઆઈપી લોકોને મારવાનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે ઈઝરાયલની બહારના સ્લીપર સેલને ઈઝરાયેલની એમ્બેસીને ઉડાડવાની જવાબદારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં ગુજરાતીઓ ટોચે, બેરોજગારીને કારણે ભારતીયો વિદેશ જવા મજબૂર


તેલ અવીવમાં ઈઝરાયલી સૈનિકોને કચડ્યો 

બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સીના અહેવાલની પુષ્ટિ તે સમયે કરવામાં આવી હતી, જ્યારે તેલ અવીવમાં આત્મઘાતી હુમલા શરૂ થયા હતા. ઈઝરાયલની સેનાએ ઈરાનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનના આત્મઘાતી હુમલા ઈઝરાયલમાં શરૂ થયા. તેલ અવીવમાં એક ટ્રક ડ્રાઈવરે ઈઝરાયલી સૈનિકોને તેની ટ્રકથી કચડીને મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના તેલ અવીવમાં ગ્લીલોટ મિલિટરી બેઝ નજીક બની હતી. એવી આશંકા છે કે ઈરાની આત્મઘાતી બોમ્બરે બેઝ પાસે હાજર સૈનિકો પર ટ્રક ઘુસાડી દીધી હતી. આ હુમલામાં લગભગ 10 જવાનો શહીદ થયા હતા. જ્યારે 50થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘણાં સૈનિકોની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. ઈઝરાયલના સૈનિકોએ ટ્રક ડ્રાઈવરને ગોળી મારીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અમેરિકા અને યુરોપિયન દેશો પણ નિશાના પર

આ હુમલા બાદ ઈઝરાયલની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ થઈ ગઈ છે. ઈઝરાયલમાં હાજર ઈરાનના સ્લીપર સેલની શોધ કરવામાં આવી રહી છે. તેલ અવીવમાં જે પણ થયું તેને ઈરાનના આત્મઘાતી હુમલાની શરૂઆત માનવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં ઈરાનના સ્લીપર સેલ ઈઝરાયલમાં જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં પણ હુમલો કરશે. ઈઝરાયલની દૂતાવાસ તેમના નિશાના પર છે.

બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઈરાનના સ્લીપર સેલ અમેરિકા, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટાલી, ફ્રાન્સ, ગ્રીસ, તુર્કી, બેલ્જિયમ, ડેનમાર્ક, સાઉદી અરેબિયા, જર્મની અને સ્વીડનમાં મોજૂદ છે. મતલબ કે આ દેશોમાં ઈઝરાયલની દૂતાવાસો અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલો થઈ શકે છે. ઈરાની સ્લીપર સેલનું આ નેટવર્ક ઈરાની જનરલ કાસિમ સુલેમાનીએ સમગ્ર વિશ્વમાં બિછાવ્યું હતું. કાસિમ સુલેમાની ઈરાનના કુદ્સ ફોર્સના વડા હતા. અમેરિકાએ વર્ષ 2020માં તેની હત્યા કરી હતી.

ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો 2 - image


Google NewsGoogle News