Get The App

ઈરાને 5 વિનાશક 'અસ્ત્રો' તૈયાર કર્યા, ઈઝરાયલ-અમેરિકા સહિત યુરોપ ટેન્શનમાં, વળતા જવાબની તૈયારી

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ઈરાને 5 વિનાશક 'અસ્ત્રો' તૈયાર કર્યા, ઈઝરાયલ-અમેરિકા સહિત યુરોપ ટેન્શનમાં, વળતા જવાબની તૈયારી 1 - image

Iran vs Israel War Updates | તેલ પર તરતાં પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વમાં દાવાનળ લાગ્યો છે. ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલા પછી વેરની વસુલાતની ઇરાને ખુલ્લી ધમકી આપી છે. ઇરાન ન્યૂઝ એજન્સી ઇર્ના દ્વારા મળતી માહિતી પ્રમાણે શનિવારે ઇઝરાયલે ઇરાનનાં સૈન્ય મથકો પર કરેલાં હુમલા પછી, ઇરાને તેનાં પાંચ ઘાતક શસ્ત્રો તૈયાર કરી લીધાં છે. ઇઝરાયલ સાથે અમેરિકા અને પશ્ચિમ યુરોપ હવે સાબદાં બની ગયાં છે. ઇરાને તેનાં જે પાંચ વિઘાતક શસ્ત્રો તૈયાર કર્યાં છે તેનું લિસ્ટ આ પ્રમાણે છે.

1. ફત્તેહ હાઈપર સોનિક બેલાસ્ટિક મિસાઇલ : ગત વર્ષે બનાવેલાં આ મિસાઇલ્સની રેન્જ 1400 કીમી છે. તે માત્ર થોડી જ સેકન્ડોમાં 13 થી 15 મેક સુધીની ગતી સાથે દુશ્મનને તબાહ કરી શકે છે. તે હવાઈ હુમલા સામે પોતાને પણ બચાવવા સક્ષમ છે.

2. અબુ મહદી મિસાઇલ : પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇરાન અને સીરીયાના પૂર્વ ઉપ પ્રમુખ અબુ મહેદી અલ મુહાડીસનાં નામ પરથી આ મિસાઇલનું નામ રખાયું છે. તેમાં ટોલોઉ ગુ્રપનું ટર્બો જેટ એન્જિન રખાયું છે. તેની રેન્જ 1 હજાર કીમી પણ વધુ છે. તેને ઇરાનનું ક્રૂઝ મિસાઇલ પણ કહેવાય છે. તે હવામાંથી જમીન ઉપરથી અને પાણીમાંથી (સબમરીનમાંથી) પણ છોડી શકાય તેવું છે.

3. મોહાજિર-10, ડ્રોન્સ : આ અતિ આધુનિક ડ્રોન વિમાનો છે. ગત વર્ષે સેનામાં જોડાયું છે. તેની રેન્જ તો 2000 કીમીની છે. કલાકના 210 કીમીની ઝડપે જઇ શકે છે. આ ડ્રોન 300 કી.ગ્રા. સુધીનાં વૉર હેડ લઇ જઇ શકે છે. તે એક સાથે ઘણાં નાનાં મિસાઇલ્સ અને બોમ્બ લઇ જઇ શકે તેવાં છે. તે 7 હજાર મીટરની ઉંચાઈએ પહોંચી શકે તેમ છે.

4. સેર્વામ્ ખોરદાદ : જમીન પર રહેલાં વાહનો પરથી છોડી શકાતાં મધ્યમ અંતર સુધીનાં આ મિસાઇલ્સ 2014 થી ઇરાનની સેના પાસે છે. ખુર્રમ શહેરની મુક્તિનાં સ્મરણમાં આ નામ રખાયું છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી બચવા ઇરાને 9 ઘીઅ નામક એક નવું શસ્ત્ર બનાવ્યું હતું તે આ ખોરદાદ લોંગ રેન્જ હાઈ-ઓબ્ટીટયુડ ડીફેન્સ મિસાઇલ્સ સીસ્ટમ પર આધારીત છે.

5. બખ્તરિયા વાહનો : સૈય્યદ યુદ્ધમાં વપરાતાં આ બખ્તરિયા વાહનો છે તે ફાયર પાવર ધરાવે છે. આ વાહનો મજબૂત બખ્તર ધરાવે છે. આધુનિક નેવીગેશન અને સંવાહ ઉપકરણ તથા વિવિધ શસ્ત્ર પ્રણાલી ધરાવે છે. તે એટેક તેમજ ડીફેન્સમાં ઉપયોગી છે.


Google NewsGoogle News