Get The App

ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન 1 - image

Ismail Haniyeh Killing : ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં મોટી એરસ્ટ્રાઇક કરીને હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયાને ફૂંકી માર્યા બાદ ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવું કહેવાય છે કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે 1500 કિલોમીટર દૂરથી તેહરાનમાં હાનિયાને નિશાન બનાવ્યો હતો. 31 જુલાઈએ કરાયેલા આ ઓપરેશનમાં ઈઝરાયલે જ તેને ફૂંકી માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જો કે હજુ સુધી ઈઝરાયલે હત્યાની જવાબદારી લીધી નથી. બીજી તરફ ઈરાન અને હમાસે તેના મોત પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કર્યો છે. 

ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન 2 - image

મોસાદે હાનિયાને મારવા માટે સ્નાઇપરની મદદ લીધી ?

હમાસના ટોચના કમાન્ડરની હત્યા કરાયા બાદ મોસાદની આ અને તેના અગાઉના કારનામાઓની ચર્ચાઓ થવા લાગી છે. આ ઓપરેશનમાં એવી પણ માહિતી સામે આવી છે કે, ઈઝરાયલે હાનિયેની હત્યા કરવા માટે મોસાદની મદદ લીધી છે. એવું પણ કહેવાય છે કે, મોસાદે (Mossad) તેહરાનમાં હાનિયેને તેના ઘરમાં જ મારવા માટે સ્નાઇપરની મદદ લીધી હતી.

ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન 3 - image

હત્યાના ઓપરેશનને પાર પાડવા AIની મદદ લેવાઈ

આ ઉપરાંત એવી પણ વિગતો સામે આવી છે કે, મોસાદના શૂટરોએ તેહરાનથી 1500 કિલોમીટર દૂરથી આ હત્યાને અંજામ આપ્યો છે. શૂટરોએ ઈઝરાયલમાં કોઈ અજાણ્યા સ્થળેથી આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (Artificial Intelligence)ની મદદથી હાનિયેને નિશાન બનાવ્યો છે. મોસાદે તેને મારવા માટે સેટેલાઇટ ઈમેજની પણ મદદ લીધી હતી.

ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન 4 - image

હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર ફુઆદ પણ ઠાર

ઈઝરાયેલે બે દિવસની અંદર તેના બે મોટા દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઈઝરાયેલે બુધવારે લેબનોનમાં વિમાની હુમલો કરી હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. તેનો મૃતદેહ બેરુતના દક્ષિણી ઉપનગર દહિ(Dahie)માં એક કાટમાળ નીચેથી મળી આવ્યો છે. હાનિયેના મોત પર ઈરાન સહિત ઘણા દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત મુસ્લિમ દેશો પણ ભડકી ઊઠ્યા છે. ઈરાને પોતાના દેશમાં આ ઘટના બન્યા બાદ ઈઝરાયલને જાહેરમાં ચેતવણી આપી છે.

આ પણ વાંચો : હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફ પણ ઠાર, ઈઝરાયલે કરી જાહેરાત

ઈરાનની ધમકી બાદ ઈઝરાયલમાં ઍલર્ટ

ઈરાનના ટોચના નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ ઈઝરાયલ પર હુમલો કરવાનો આદેશ જાહેર કર્યો છે. ઈરાનની ટોચની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એક ઇમરજન્સી બેઠક બોલાવ્યા બાદ આ આદેશ અપાયો છે. ઈઝરાયલે પણ ઈરાન સાથે લડી લેવાની તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો : બ્રિટનમાં રમખાણ, યોગ ક્લાસ પર હુમલાથી મામલો બીચક્યો, 3 બાળકોના મૃત્યુ, મસ્જિદ પર પથ્થરમારો


Google NewsGoogle News