હમાસ કઈ જગ્યાએથી કરી રહ્યું છે હુમલાના પ્લાન? ઈઝરાયલે વીડિયો જાહેર કરીને આતંકીઓનું ષડયંત્ર ખુલ્લું પાડ્યું!

IDFના રીયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે

શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ ઇઝરાયેલ પર હુમલા પ્લાન કરવા માટે થાય છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હમાસ કઈ જગ્યાએથી કરી રહ્યું છે હુમલાના પ્લાન? ઈઝરાયલે વીડિયો જાહેર કરીને આતંકીઓનું ષડયંત્ર ખુલ્લું પાડ્યું! 1 - image


Hamas attack on Israel: ઈઝરાયેલે શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે હમાસે તેના આતંકવાદી સંગઠનના સંચાલનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે. આ આતંકવાદી સંગઠનની આતંકી ક્રિયાઓના વિઝ્યુઅલ અને ઇન્ટરસેપ્ટેડ ઓડિયો ઈઝરાયેલને મળ્યા છે. 

IDFના રીયર એડમિરલ ડેનિયલ હગારીનું નિવેદન 

ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટના પત્રકારો માટે બ્રીફિંગમાં IDFના રીયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે. શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે. તેમજ તેમને કહ્યું કે હોસ્પિટલની બહારથી ભૂગર્ભ બેઝ સુધી લઈ જતી ઘણી સુરંગો છે જેથી હમાસના અધિકારીઓને હોસ્પિટલમાં પહોંચવા માટે અંદર સુધી જવાની જરૂર ન પડે. અત્યારે આતંકવાદીઓ શિફા હોસ્પિટલ અને ગાઝાની અન્ય હોસ્પિટલોમાં મુક્તપણે ફરે છે. 

7 ઓક્ટોબરના હુમલાના પુરાવા

ઇઝરાયેલ પાસે આ બાબતના પુરાવાઓ પણ છે કે 7 ઓક્ટોબરે હુમલા બાદ આતંકવાદીઓ છુપવા માટે હોસ્પિટલમાં ઘુસ્યા હતા. આતંકવાદીઓએ લગભગ  1400 લોકોની હત્યા અને ગાઝા પટ્ટીના 220થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.હોસ્પિટલના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ હમાસ માટે ભૂગર્ભ બેઝ તરીકે કરવામાં આવે છે. હમાસ દ્વારા હોસ્પિટલના આવા ઉપયોગ અંગેની માહિતી ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઇન્ટેલિજન્સ અને શિન બેટ સિક્યુરિટી એજન્સી દ્વારા એકઠી કરવામાં આવેલ ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશન પર આધારિત છે. 

હમાસના રાજકીય બ્યુરોના સભ્યનો ઇનકાર 

બીજી તરફ, હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય ઇઝ્ઝત અલ-રિશ્કે કહ્યું કે ઇઝરાયેલી સેનાના આરોપો પાયાવિહોણા છે. ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ જે કહ્યું તેમાં કોઈ સત્યતા નથી.

હમાસ કઈ જગ્યાએથી કરી રહ્યું છે હુમલાના પ્લાન? ઈઝરાયલે વીડિયો જાહેર કરીને આતંકીઓનું ષડયંત્ર ખુલ્લું પાડ્યું! 2 - image



Google NewsGoogle News