Get The App

લેબેનોનમાં ઈઝરાયલના આડેધડ બોમ્બમારામાં 3 પત્રકારોનાં મોત, ઓફિસ પર ઝીંકી મિસાઈલ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
લેબેનોનમાં ઈઝરાયલના આડેધડ બોમ્બમારામાં 3 પત્રકારોનાં મોત, ઓફિસ પર ઝીંકી મિસાઈલ 1 - image


Israel-Hezbollah War: લેબેનોનમાં ઈઝરાયલી હુમલા સતત શરૂ છે. બુધવારે (23 ઓક્ટોબર) આખી રાત ઈઝરાયલે હુમલો કર્યા બાદ ગુરૂવારની રાત્રે પણ તેણે ઘણાં મિસાઇલ હુમલા કર્યાં. તેમાંથી એક મિસાઇલ હુમલામાં ત્રણ મીડિયાકર્મીની પણ મોત થઈ છે. ઈઝરાયલ તરફથી છોડવામાં આવેલી મિસાઇલ દક્ષિણ-પૂર્વ લેબેનોનમાં સ્થિત એક મીડિયા ઓફિસમાં જઈને પડી. તેમાં મીડિયા સાથે જોડાયેલાં ત્રણ કર્મચારીની મોત થઈ ગઈ. 

ત્રણ પત્રકારોની મોત

બેરૂત સ્થિત અલ-માયાદીન ટીવીના બે સ્ટાફની શુક્રવારે મોત થઈ ગઈ છે. વળી, લેબેનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લા સાથે જોડાયેલી અલ-મનાર ટીવીના પણ એક પત્રકારના મોતની ખબર સામે આવી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલે 6 પત્રકારોને આતંકી જાહેર કર્યા, હમાસ સંગઠનને મદદ કરવાનો લગાવ્યો ગંભીર આરોપ

રેફ્યુઝી કેમ્પમાં હુમલો

મળતી માહિતી મુજબ, ઈઝરાયલ હુમલામાં વિસમ કાસિમ નામના ફોટો પત્રકારની એર સ્ટ્રાઇકમાં મોત થઈ છે. આ દરમિયાન ઈઝરાયલના સેન્ટ્રલ ગાઝામાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝાના નુસરત રેફ્યુઝી કેમ્પમાં ઈઝરાયલ હુમલામાં 18 લોકોની મોત થઈ ગઈ છે. આ શેલ્ટર કેમ્પ એક સ્કૂલમાં બનાવવામાં આવ્યા હતાં, જેના પર ઈઝરાયલની એક મિસાઇલ આવીને પડી. અહીં સેંકડોની સંખ્યામાં પેલેસ્ટાઇનના લોકોએ શરણ લીધી હતી. ત્યારબાદ એક બીજો હુમલો ઈઝરાયલ તરફથી પાડોશના જ કેમ્પમાં કરવામાં આવ્યો, જેમાં ઘણાં લોકો ઘાયલ થઈ ગયાં.

આ પણ વાંચોઃ નેતન્યાહૂ બરાબરના ફસાયા, ઈઝરાયલના સૈનિકોએ યુદ્ધ લડવા મૂકી મોટી શરત, હવે શું થશે?

10 ઈમારતોને નુકસાન

ઈઝરાયલની સેનાએ ખાન યૂનિસમાં પણ બોમ્બ વરસાવ્યા હતાં. ખાન યૂનિસના અલ-મનારા વિસ્તારના એક ઘરમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેમાં 23 લોકોની મોત થઈ ગઈ. ઉત્તરી ગાઝાના ઝબાલિયામાં પણ હુમલા કરવામાં આવ્યા છે, જેમાં 10 ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. અહીંથી પણ ઘણાં લોકોની મોતની ખબર સામે આવી છે. અત્યાર સુધી 45 હજારની આસપાસ પેલેસ્ટાઇન નાગરિકની ઈઝરાયલના હુમલામાં મોત થઈ ચુકી છે. આ યુદ્ધ ગયા વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થઈ હતી, જે હજુ સુધી શરૂ છે. 


Google NewsGoogle News