Get The App

ઈઝરાયલ હિઝબુલ્લાહે પરસ્પર પર પ્રચંડ ડ્રોન હુમલા શરૂ કરી દીધા

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ હિઝબુલ્લાહે પરસ્પર પર પ્રચંડ ડ્રોન હુમલા શરૂ કરી દીધા 1 - image


ઈરાનમાં પીઠબળવાળા હીઝબુલ્લાહના હુમલાની દ્રષ્ટિએ ઈઝરાયલમાં કટોકટી

અનેક વિમાન સેવાઓ રદ કરવામાં આવી કેટલીયે વિમાન સેવા તેનાં ગંતવ્ય સ્થાનને બદલે બીજા વિમાન ગૃહે ઉતારવી પડી

જેરૂસલેમ: ઈરાનનાં પીઠબળવાળા હીઝબુલ્લાહના પ્રચંડ હુમલાની ગણતરીએ ઈઝરાયલે ૪૮ કલાકની 'કટોકટી' જાહેર કરી છે.

ઈઝરાયલે આજે (રવિવારે) સવારે હીઝબુલ્લાહનાં મથક સમાન દક્ષિણ લેબેનોન પર પ્રચંડ હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. વાસ્તવમાં હીઝબુલ્લાહ ઈઝરાયલ ઉપર હુમલા કરવાના જ છે તેવી નિશ્ચિત જાસૂસી માહિતીના આધારે હીઝબુલ્લાહ ડ્રોન હુમલા શરૂ કરે તે પહેલાં જ તેણે હુમલા શરૂ કરી દીધા હતા. હીઝબુલ્લાહને ઈરાનનું પીઠબળ છે.

હમાસના ટોચના નેતાની ઈરાનમાં જ હત્યા થઈ હોવાથી ઈરાન ખરેખરૂં ઈઝરાયલ ઉપર ગિન્નાયું છે. તે ઉપરાંત ઈરાનના બે ટોચના અધિકારીઓની ઈઝરાયલે બૈરૂતમાં મિસાઈલ હુમલા દ્વારા કરેલી હત્યાથી ઈરાન સળગી ઊઠયું છે. તે ઈઝરાયલ પર વેર વાળવા તલપી રહ્યું છે. તેથી તેના પાલતું હીઝબુલ્લાહ દ્વારા ઈઝરાયલ ઉપર મિસાઇલ્સ હુમલા કરવા ઉશ્કેરતા તેમણે ઈઝરાયલનાં હૈફાનાં વિમાનગૃહ ઉપર પ્રચંડ રોકેટ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલા તેમના ટોચના કમાન્ડર ફાઉદ શકરની, ઈઝરાયલી ડ્રોન વિમાનોમાંથી દક્ષિણ બૈરૂત પર છોડાયેલાં મિસાઇલ હુમલાથી થયેલી હત્યાનું વેર વાળવા કરાયા છે.

હૈફામાં પ્રચંડ વિસ્ફોટો થઈ રહ્યાં છે ત્યાં સાયરનો ગાજી રહી છે. ઈઝરાયલી સેનાએ લોકોને સાવચેત રહેવા જણાવી દીધું છે.

ઈઝરાયલ તેનાં આક્રમણને સ્વરક્ષણ માટે કરાયેલાં યુદ્ધ સમાન કહે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ હીઝબુલ્લાહ દ્વારા ભૂમિ માર્ગે પણ થઈ શકતો આક્રમણની સંભાવના દ્રષ્ટિમાં રાખી વધુ દળો ઉત્તરે લેબેનોની દક્ષિણ સીમા તરફ મોકલી દીધાં છે. ઈઝરાયલી સંરક્ષણ મંત્રી ડેનીયલ હેગારીએ આ માહિતી આપતાં પત્રકારોને તેલ અવીવમાં જણાવ્યું હતું કે, હૈફામાં આવતી જતી વિમાન સેવાઓ રદ કરવામાં આવી છે. કેટલીયે વિમાન સેવા તેમનાં ગંતવ્ય સ્થાનને બદલે બીજા વિમાનગૃહે વાળવી પડી છે.



Google NewsGoogle News