નેતન્યાહૂ યુદ્ધવિરામ માટે કેમ રાજી થયા, શું હથિયાર ખૂટ્યાં કે પછી... ઈરાનને ફસાવવાનો છે પ્લાન?
Israel-Hezbollah Ceasefire: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર હવે વિરામ મુકાયો છે. બંને પક્ષો 60 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ યુદ્ધવિરામ આજથી શરૂ થઈ ગયો છે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, મહિનાઓથી ચાલી રહેલાં આ યુદ્ધવિરામના પ્રયાસ પર આખરે નેતન્યાહૂ સંમત કેવી રીતે થઈ ગયાં?
ઈઝરાયલે કર્યો યુદ્ધવિરામ કરાર
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે લેબેનોનના કટ્ટરવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે અમેરિકાની મધ્યસ્થતાથી તૈયાર કરવામાં આવેલા યુદ્ધવિરામની યોજનાને દસ મતોથી લીલી ઝંડી આપી હતી. જોકે, આ પહેલાં નેતન્યાહૂએ દેશનું સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ ઈઝરાયલનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, લેબેનોન સાથે યુદ્ધવિરામને મંજૂરી
પોતાના સંબોધનમાં નેતન્યાહૂએ કહ્યું કે, હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલ તરફથી 60 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ આપવામાં આવી છે. તેને આગળ વધારવામાં આવશે કે નહીં તેના વિશે હજુ સુધી કંઈ નક્કી નથી કરવામાં આવ્યું. હાલ આ અસ્થાઈ યુદ્ધવિરામ છે.
નેતન્યાહૂએ જણાવ્યા ત્રણ કારણ
વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ હાલના સમયની જરૂરત છે. કારણકે, ઈઝરાયલની સેના હાલ ઈરાન તરફથી આવી રહેલા ચેલેન્જ પર ફોકસ કરવા ઈચ્છે છે. બીજુ કારણ છે કે, ઈઝરાયલની સેનાના હથિયાર સ્ટૉકને ફરી તંદુરસ્ત કરવાની જરૂરત છે.
નેતન્યાહૂએ કહ્યું કે, તેમાં સંતાડવા જેવી કોઈ વાત નથી કે, હથિયાર અને વિસ્ફોટકોની ડિલિવરીમાં ખૂબ જ મોડુ થઈ રહ્યું હતું. આપણે હજુ વધારે અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે, જેથી અમારા સૈનિકો સુરક્ષિત રહે અને આપણે બમણી તાકાતથી વળતો પ્રહાર કરી શકીએ.
આ પણ વાંચોઃ 'એક દિવસ તો વાતચીત માટે તૈયાર થવું જ પડશે...', રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલ્યા જયશંકર
ત્રીજુ કારણ જણાવતા નેતન્યાહૂએ કહ્યું કે, હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ એક પ્રકારે હમાસમાં ભાગલા પાડવાની યુક્તિ પણ છે. હમાસ શરૂઆતથી જ હિઝબુલ્લાહ પર નિર્ભર હતું. તે જંગમાં હિઝબુલ્લાહની મદદ લઈ રહ્યુ હતું. હવે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ બાદ તે વિખૂટું પડી જશે. એવામાં જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરી હમાસની મદદ કરે છે તો ઈઝાયલ પણ જવાબી કાર્યવાહી કરશે.
શું છે યુદ્ધવિરામની શરત?
યુદ્ધવિરામ કરાર હેઠળ ઈઝરાયલ સૈનિકોને દક્ષિણ લેબેનોનથી પરત ફરવું પડશે અને લેબેનોનની સેનાને આ વિસ્તારમાં તૈનાત કરવાનું રહેશે. આ સાથે જ હિઝબુલ્લાહ લિટાની નદીની દક્ષિણ સીમા પર પોતાની સશસ્ત્ર હાજરી પણ ખતમ કરી દેશે. લેબેનોનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહે કહ્યુ કે, લેબેનોનની સેના ઈઝરાયલના સૈનિકો પરત ફરતા દક્ષિણ લેબેનોનમાં ઓછામાં ઓછા 5000 સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર છે.
નેતન્યાહૂનું કહેવું છે કે, યુદ્ધવિરામનો સમયગાળો એ વાત પર નિર્ભર કરે છે કે, લેબેનોનમાં શું થાય છે. જો હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરે છે અને ખુદને યુદ્ધ માટે સજ્જ કરવાનો પ્રયાસ કરે છે તો અમે હુમલો કરીશું. જો તે સીમાની પાસે આતંકવાદનું મૂળભૂત માળખાનું પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ કરે છે, તો અમે હુમલો કરીશું. જો તે રોકેટ લોન્ચ કરે છે, જો તે સુરંગ ખોદે છે અથવા તે રોકેટ લઈ જવાનું ટ્રક લાવે છે, તો પણ અમે હુમલો કરીશું.