ઈઝરાયલે લેબેનોનનાં અનેક શહેરોને કબ્રસ્તાન કરી નાખ્યાં : ગાઝા જેવા હાલ કર્યા
- ગત માસથી હજી સુધીમાં ઈઝરાયલે 3800 હુમલા કર્યાં છે, સેંકડો વર્ષ જૂના સુંદર શહેરો પર તોપગોળા, બોંબ વર્ષાએ વેરેલી તબાહી
બૈરુત : ઈઝરાયલીઓએ જે રીતે ગાઝાને કબ્રસ્તાન બનાવી દીધું છે, તે રીતે તે હવે લેબેનોનને પણ કબ્રસ્તાન બનાવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાથી હજી સુધીમાં ઈઝરાયલે તોપગોળા અને બોંબમારાના ૩૮૦૯ જેટલા હુમલા કર્યા છે. પરિણામે, સેંકડો વર્ષ જુનાં સુંદર શહેરો હવે કબ્રસ્તાન બની ગયાં છે. જે સેટેલાઇટ તસ્વીરોથી સ્પષ્ટ જાણી શકાય છે.
અમેરિકન કંપની પ્લેનેટ લેબ્સ ઇન્કોર્નરે આ વિનાશની તસવીરો પણ પ્રસિદ્ધ કરે છે. તેમાં કેટલાએ શહેર તબાહ થઈ ગયેલા જોવા મળે છે. અવિરત ચાલી રહેલા તોપમારા અને બોંબ વર્ષાને લીધે હજ્જારો લોકો પોતાનાં ઘરો છોડી અત્યારે સલામત લાગતા પ્રદેશોમાં રહેવા ચાલ્યા ગયા છે.
ખેદની વાત તે છે કે, જે ઘરો અને જે શહેરો નાગરિકો છોડી રહ્યા છે તે શહેરો અને તે નિવાસસ્થાનો ઓછામાં ઓછા ૨૦૦ વર્ષથી જીવંત હતાં. આજે ત્યાં નિર્જિવ ખંડેરો જ રહ્યાં છે. આ અંગેની તસ્વીરો, પ્લેનેટ લેબ્સે પ્રસિદ્ધ કરી છે. વાયરલ પણ કરી છે. મીસ અલ જબીલ શહેરના મેયર અબ્દુલમોનમ ચૌકીરે કહ્યું કે, 'અહીં રહેલ સેંકડો વર્ષો સુંદર પુરાણા મકાનો ખંડેર બની ગયાં છે. આ શહેર યુએનની રાહત ટુકડીઓની છાવણી નજીક આવેલું છે.