Get The App

ઈઝરાયલમાં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ: ઘરમાં જ ઘેરાયા નેતન્યાહુ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Protest Against PM Netanyahu

Image: IANS


Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળ્યા બાદ ઈઝરાયલના લોકો રોષે ભરાયા છે. તેના વિરોધમાં ઈઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેથી ઈઝરાયલ પર ઈરાન-હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો છે. 

ઈઝરાયલના લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર હમાસમા બંધક બનાવેલા લોકોને છોડાવવા માટે કોઈ યોગ્ય પગલાં લીધા ન હોવાનો આરોપ મૂક્યો છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, દક્ષિણી ગાઝાના રાફામાં શનિવારે છ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ હતો.

3 લાખથી વધુ લોકોએ વિરોધ દર્શાવ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 3 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. લોકોએ છ મૃતદેહોના પ્રતિક તરીકે 6 કોફિન રાખ્યા હતાં. વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ લાખથી વધુ લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે કરી એવી પોસ્ટ કે યૂઝર્સ અકળાયા, કહ્યું - તમે હાર ભાળી ગયા છો..., ચોતરફી ટીકા

નેતન્યાહુ પર નક્કર પગલાં ન લેવાનો આરોપ

ઇઝરાયેલના લોકોએ પીએમ બેન્જામિન નેતન્યાહુ પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો. વિરોધીઓ યુદ્ધવિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. જો આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત, પરંતુ નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.

હાઈવે પર ચક્કાજામ, સુત્રોચ્ચાર લગાવ્યા

સરકાર વિરૂદ્ધ રાતભર દેખાવો કર્યા હતા, જેમાં અનેક હાઈવે પર ચક્કાજામ કરતાં સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર લગાવ્યા હતા. તેમણે સરકાર વિરૂદ્ધ યુદ્ધવિરામની માગ કરી હતી, જેથી બંધકોને જીવિત પાછા લાવી શકાય. ઈઝરાયલના મજૂર સંઘે દેશભરમાં હડતાળનું એલાન કર્યું હતું. જેના કારણે ઈન્ટરનેશનલ એરપોર્ટ બેન-ગુરિયન પણ પ્રભાવિત છે. 

મજૂર સંઘના પ્રમુખે બંધનું એલાન કર્યુ હતું

મજૂર સંઘના પ્રમુખ અર્નોન-બાર-ડેવિડે સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરતાં એક દિવસીય હડતાળનું એલાન કર્યું હતું. જેને હાઈટેક સેક્ટરના ઉદ્યમીઓનું સમર્થન મળ્યુ હતું. ગતવર્ષે સાત ઓક્ટોબરે હમાસના ઉગ્રવાદીઓએ 250 લોકોની ધરપકડ કરી બંધક બનાવ્યા હતા. જેમાં છની મોત થવા પર પ્રજા રોષમાં છે.

ઈઝરાયલમાં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ: ઘરમાં જ ઘેરાયા નેતન્યાહુ 2 - image


Google NewsGoogle News