'હમાસ વિરુદ્ધ સંપૂર્ણ તાકાતથી હુમલો કરો': વિવેક રામાસ્વામીએ કર્યું ઈઝરાયેલનું સમર્થન

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
'હમાસ વિરુદ્ધ સંપૂર્ણ તાકાતથી હુમલો કરો': વિવેક રામાસ્વામીએ કર્યું ઈઝરાયેલનું સમર્થન 1 - image


Image Source: Twitter

- ઈઝરાયેલને આતંકવાદી હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર: વિવેક રામાસ્વામી

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના દાવેદાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલે હમાસ વિરુદ્ધ સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. રિપબ્લિકન યહૂદી સમ્મેલનમાં પોતાના સંબોધનમાં રામાસ્વામીએ કહ્યું કે, ઈઝરાયેલને આતંકવાદી હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે. ઈઝરાયેલના દુશ્મનો માત્ર એક જ ભાષા સમજે છે અને તે છે તાકાતની ભાષા અને ઈઝરાયેલે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

બે દેશોની થિયરી છોડી દેવી જોઈએ

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ માટે મોટાભાગે બે દેશોની થિયરી આપવામાં આવે છે. જે મુજબ ઈઝરાયેલની સાથે જ પેલેસ્ટાઈને પણ હોવું જોઈએ પરંતુ વિવેક રામાસ્વામીએ કહ્યું કે, ઈઝરાયલે આ થિયરી છોડી દેવી જોઈએ. આ દરમિયાન રામાસ્વામીએ કહ્યું કે, જો ઈઝરાયેલ ઈચ્છે તો તે બે દેશોના સમાધાનને છોડી પણ શકે છે. વિશ્વના બાકી આરબ દેશો પેલેસ્ટિનિયનોને પેતાના દેશમાં સ્થાન આપી શકે છે જે રીતે યહૂદીઓએ 1948 બાદ વિશવના 22 દેશોમાંથી હાંકી કાઢવામાં આવેલા યહૂદીઓને પોતાના દેશમાં સ્થાન આપ્યુ હતું. આ સત્ય હવે આરબ વિશ્વને કોઈ નથી કહી રહ્યું પરંતુ હું કહીશ.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રિપબ્લિકન યહૂદી સમ્મેલનમાં સામેલ થયા હતા. ટ્રમ્પે પણ ઈઝરાયેલનું સંપૂર્ણ સમર્થન કર્યું હતુ અને સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. આ દરમિયાન ટ્રમ્પે વચન આપ્યુ હતું કે, હું ફરી સત્તા પર આવીશ તો મુસ્લિમ દેશોના લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવી દઈશ. આ સાથે જ તેમણે જો બાઈડેન પર નબળુ નેતૃત્વ કરવાનો આરોપ લગાવ્યો છે. 

વધુમાં રામાસ્વામીએ કહ્યું કે, જો ઈઝરાયલ અને મોસાદ ઈચ્છે તો તેમણે હમાસના દરેક નેતાને શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ અચાનક ઈઝરાયેલમાં ઘૂસીને 1400 લોકોની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઈઝરાયેલી સેનાએ જવાબી કાર્યવાહી કરી અને ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે જેમાં અત્યાર સુધીમાં 7700 થી વધુ લોકો માર્યા ગયા છે.


Google NewsGoogle News