ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો

અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો

પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની માગ કરાઈ હતી

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો 1 - image


Israel va Hamas war | ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં યુએન દ્વારા લાવવામાં આવેલ પ્રસ્તાવે નિરાશા સાંપડી હતી. અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.

પ્રસ્તાવમાં શું હતું? 

યુએન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોને બિનશરતી તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. 13 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. અમેરિકાએ વીટો કરી દીધો હતો જોકે બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.

અમેરિકાએ શું કહ્યું? 

યુએનમાં અમેરિકાના રાજદૂત રોબર્ટ વૂડે યુદ્ધવિરામ પ્રસ્તાવને અસંતુલિત અને વાસ્તવિકતાની બહાર ગણાવ્યો હતો. દરખાસ્તને વીટો કર્યા પછી વુડે કહ્યું કે પ્રસ્તાવ પર મુસદ્દો તૈયાર કરવા અને મતદાનની પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી હતી અને તેમાં યોગ્ય પરામર્શનો અભાવ હતો. તેમણે કહ્યું કે કમનસીબે, અમારી લગભગ તમામ ભલામણોને અવગણવામાં આવી હતી. આ ઉતાવળની પ્રક્રિયાનું પરિણામ એ આવ્યું કે તે અસંતુલિત અને વાસ્તવિકતા સાથે તેને કંઈ લેવા દેવા નથી એવો થઈ ગયો હતો. 

ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો 2 - image


Google NewsGoogle News