‘ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલે હુમલો નથી કર્યો, કોઈ બીજાનો હાથ’, નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ બાઈડનનું મોટું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું, હમાસે ઈઝરાયલના નાગરિકોના કતલ કર્યા

નેતાન્યાહુએ કહ્યું, હમાસે એક દિવસમાં 1400થી વધુ ઈઝરાયેલીઓની હત્યા કરી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
‘ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલે હુમલો નથી કર્યો, કોઈ બીજાનો હાથ’, નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ બાઈડનનું મોટું નિવેદન 1 - image

જેરુસલેમ, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને આજે 12 દિવસ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) ઈઝરાયેલ પહોંચી ગયા છે. અહીં તેમણે ઈઝરાયેલના પ્રેસિડેન્ટ બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી યુદ્ધ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું પોતે અહીં આવીને દર્શાવવા માંગતો હતો કે, અમે ઈઝરાયેલની સાથે છીએ. હમાસે બર્બરતા આચરી ઈઝરાયેલના લોકોની હત્યા કરી છે. તેઓ ISISથી પણ વધુ ખરબા છે. ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમાં અમેરિકા તમામ પ્રકારે સાથ આપશે. અમે અમારું વચન નિભાવી રહ્યા છીએ.

હમાસે એક દિવસમાં 1400થી વધુ ઈઝરાયેલીઓની હત્યા કરી : નેતાન્યાહુ

ઈઝરાયેલના પ્રેસિડેન્ટ નેતાન્યાહુએ ઈઝરાયેલ પહોંચેલા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેનનો આભાર માન્યો. નેતાન્યાહુએ કહ્યું, હમાસે એક દિવસમાં 1400થી વધુ ઈઝરાયેલીઓની હત્યા કરી. હાલ ઈઝરાયેલ માટે સારી વાત એ છે કે, તેનો સાચો મિત્ર અમેરિકા તેની સાથે ઉભો છે. આ અગાઉ નેતન્યાહુએ તેલ અવીવના બેનગુરિઅન એરપોર્ટ (Ben Gurion Airport) પર બાઈડેનનું સ્વાગત કર્યું હતું. બાઈડેને નેતાન્યાહુને જોતાં જ ગળે લગાવ્યા હતા. આ દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસસાક હર્જોગ પણ હાજર હતા.

બાયડેને શું કહ્યું?

નેતન્યાહૂ સાથે મુલાકાત કરીને બાયડેને કહ્યું કે, અમે ઈઝરાયલની સાથે છીએ. હું અહીં આવીને અમારું સમર્થન વ્યક્ત કરવા માગતો હતો. તેમણે કહ્યું કે હમાસે ઈઝરાયલીઓની હત્યા કરી. બાયડેને કહ્યું અમે સંપૂર્ણપણે ઈઝરાયલની પડખે છીએ.  દરમિયાન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ જ કહ્યું કે અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશું. જોકે તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે કહ્યું કે અમેરિકાએ જે કહ્યું હતું પૂરું કર્યું. આ અમેરિકા માટે પણ મુશ્કેલી ઘડી છે. 

ગાઝા હોસ્પિટલ રોકેટથી હુમલામાં 500ના મોત

ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો (Gaza Hospital Attack) થયો હતો, જેમાં 500 લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 4500થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે.

  ‘ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલે હુમલો નથી કર્યો, કોઈ બીજાનો હાથ’, નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ બાઈડનનું મોટું નિવેદન 2 - image

• ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ હમાસ નેતાનો લલકાર... તમામ ઈસ્લામિક દેશોને કરી અપીલ, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

• ‘ગાઝામાં ભુખ્યા મરી જશે લોકો, ખતમ થવાની તૈયારીમાં અનાજ’, યુદ્ધ વચ્ચે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ચેતવણી, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

• યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી! ઈઝરાયેલને ઈરાનની ધમકી, કહ્યું ‘ગાઝાની જમીન પર કાર્યવાહી કરી તો...’, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

• ગાઝા પર હુમલો થયા બાદ રશિયા જાગ્યું ! યુદ્ધ અટકાવવાની માંગ કરતો પ્રસ્તાવ UNએ ફગાવ્યો, માત્ર 4 દેશોએ સમર્થન આપ્યું, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

• ઈરાને હમાસને સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું, ઈઝરાયેલ-અમેરિકાને આપી ધમકી, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

• VIDEO : ઈઝરાયેલનો ધ્વજ સળગાવવો પેલેસ્ટાઈનીને ભારે પડ્યો, જુઓ આવી થઈ હાલત, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો


Google NewsGoogle News