Israel Hamas War : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન જશે ઇઝરાયેલ

ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4000થી વધુના મોત

ઈઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ ગાઝામાં 199 લોકોને બંધક બનાવાયા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
Israel Hamas War : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન જશે ઇઝરાયેલ 1 - image

નવી દિલ્હી, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

ઈઝરાયે-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને 10 દિવસ થઈ ગયા છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે ભારેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) ઈઝરાયેલની મુલાકાતે જાવ તેવા અહેવાલો મળી રહ્યા છે. 

બાઇડને ઇઝરાયેલને ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું હતું કે, ઇઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ભોજન અને પાણી પહોંચાડશે. તેમજ વધુમાં કહ્યું કે, ઇઝરાયેલે લાંબા સમય સુધી વિસ્તારને નિયંત્રિત ના કરવો જોઇએ, તેની જગ્યાએ વિસ્તારને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત કરવું જોઇએ. ઇઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે તેમના માટે ગાઝા પર ફરી કબજો કરવો એક મોટી ભૂલ હશે. મહત્ત્વપૂર્ણ છે કે 1967ના મધ્ય પૂર્વ યુદ્ધમાં ઇઝરાયેલે વેસ્ટ બેંક, ગાઝા અને પૂર્વી જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો.

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જી

ઉલ્લેખનિય છે કે, હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં મોટી ખુંવારી સર્જી હતી. આ દરમિયાન આતંકીઓએ વહેલી સવારે ઈઝરાયેલ પર રોકેટોનો મારો શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી આવતા-જતા લોકો પર ફાયરિંગ પણ કર્યું, ત્યારબાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને જીતીને રહીશું...

યુદ્ધમાં અત્યાર સુધીમાં 4000થી વધુના મોત

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને 10 દિવસ વિતિ ગયા છે, ત્યારે ઈઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ ગાઝામાં 199 લોકોને બંધક બનાવાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં લગભગ 23 લાખ લોકો રહે છે, જ્યાં સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગૈલેન્ટે સોમવારે કહ્યું કે, ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવશે.


Google NewsGoogle News