Get The App

ઈઝરાયલના હુમલાઓમાં 24 કલાકમાં 436 લોકોના મોત, ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને રક્તદાન કરવાની કરી અપીલ

હાલ ગાઝાની હોસ્પિટલોની પરિસ્થીતી અત્યંત ખરાબ છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ઈઝરાયલના હુમલાઓમાં 24 કલાકમાં 436 લોકોના મોત, ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને રક્તદાન કરવાની કરી અપીલ 1 - image


Israel vs Hamas War | ઈઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલા વધારી દીધા છે. એક દિવસમાં 320 જગ્યાએ બોમ્બમારો (Air Strike) કર્યો છે. હમાસના કહેવા મુજબ ગાઝા પટ્ટી પર રાતોરાત ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 60 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓએ આપેલ માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં ગાઝામાં લોકોનો મૃતાંક 4,650થી વધુ થઇ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને રક્તદાન કરવાની કરી અપીલ

હાલ ગાઝાની હોસ્પિટલોની હાલત અત્યંત ખરાબ છે. હોસ્પિટલોમાં બ્લડ અને તબીબી પુરવઠાની તીવ્ર અછત સર્જાય છે. આવી સ્થિતિમાં ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને વધુમાં વધુ રક્તદાન કરવાની અપીલ કરી છે. અમેરિકા સાથેના મજબૂત આર્થિક અને રાજકીય સંબંધોના કારણે ઘણા આરબ દેશો ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવામાં મદદ કરી શકે છે. આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

24 કલાકમાં 320 ઠેકાણે હુમલા 

માહિતી અનુસાર ઈઝરાયલે હવે ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રાખી છે. ગાઝાની સરહદે તેની સેના એકજૂટ છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ જનરલો અને યુદ્ધ કેબિનેટની બેઠક કરશે. ઈઝરાયલી સૈન્યએ 24 કલાકમાં પેલેસ્ટાઈનના લગભગ 320 ઠેકાણે હુમલા કર્યા હતા. 

ઈરાને આપી ધમકી 

ઈરાને (Iran Warning) પણ ધમકી આપી છે કે ઈઝરાયલે જો ગાઝા પર હુમલા બંધ નહીં કર્યા તો મધ્યપૂર્વ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જશે. ઈરાનના રાજદ્વારી હોસેન અમીર અબ્દુલ્લાહિયાને કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલે ગાઝામાં તાત્કાલિક ધોરણે નરસંહાર અટકાવવો જોઈએ નહીંતર આ ક્ષેત્ર નિયંત્રણ બહાર થઈ જશે.


Google NewsGoogle News