Israel palestine war| WHO પ્રમુખ અને UNના મહાસચિવે ઈઝરાયલ-હમાસને કરી ખાસ અપીલ

યુએન મહાસિચવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું - હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે

ઈઝરાયલને અપીલ કરાઈ કે તે કોઈપણ પ્રકારની અડચણ વિના ગાઝામાં માનવીય સહાય પહોંચવા દે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
Israel palestine war| WHO પ્રમુખ અને UNના મહાસચિવે ઈઝરાયલ-હમાસને કરી ખાસ અપીલ 1 - image

Israel Hamas War | ઈઝરાયલ અને હમાસ (Israel vs Palestine War) વચ્ચેનું યુદ્ધ ગાઝાના નાગરિકોને ભારે પડી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલના સૈન્યએ જમીની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસ (António Guterres) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ગેબ્રેસિયસે (Tedros Adhanom Ghebreyesus) ઈઝરાયલ અને હમાસ બંનેને ખાસ અપીલ કરી હતી. 

યુએનના મહાસચિવે કરી બે અપીલ 

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે બે ખાસ અપીલ કરી હતી. પ્રથમ એ કે હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે. જ્યારે તેમણે બીજી અપીલ ઈઝરાયલને કરી કે ગાઝામાં તાત્કાલિક ધોરણે અને કોઈપણ પ્રકારની અડચણ વિના માનવ સહાય પહોંચવા દે. તેમણે કહ્યું કે મધ્યપૂર્વમાં સ્થિતિ બગડી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હોવાને લીધે મારી ફરજ છે કે હું મજબૂત માનવીય અપીલ કરું. તેમણે કહ્યું કે મારી અપીલને સોદાબાજીનું સાધન ન બનાવશો. 

WHO પ્રમુખે શું કહ્યું? 

બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે પણ હમાસને તમામ નાગરિક કેદીઓને મુક્ત કરવા આગ્રહ કર્યોહ તો. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે ઈઝરાયલઅ ને ઈસ્લામિક સમૂહ વચ્ચે યુદ્ધ ફક્ત વિનાશ અને આતંક લાવશે. ડબ્લ્યૂએચઓના પ્રમુખે કહ્યું કે તે ઈઝરાયલી હુમલાથી ગંભીર રીતે ચિંતિત છે. જેમાં નિર્દોષ પેલેસ્ટિની નાગરિકો અને બાળકો ભોગવી રહ્યા છે. 

Israel palestine war| WHO પ્રમુખ અને UNના મહાસચિવે ઈઝરાયલ-હમાસને કરી ખાસ અપીલ 2 - image


Google NewsGoogle News