ઈઝરાયેલ-હમાસ અને યુક્રેન-રશિયા યુદ્ધમાં કિમ જોંગ ઉને કર્યો મોટો ખેલ ! યુદ્ધ શરૂ કરનાર દેશોને મોકલ્યા હથિયાર

દક્ષિણ કોરિયાની સેના અને વૉલ સ્ટ્રીટ જર્નલે યુદ્ધ શરૂ કરનાર દેશોને ઉત્તર કોરિયાએ હથિયારો-વિસ્ફોટક સામગ્રી આપી હોવાનો દાવો કર્યો

ઉત્તર કોરિયાએ પેલેસ્ટાઈન-હમાસને સંપૂર્ણ સમર્થન કર્યું હોવાનો જાવો, જોકે ઉત્તર કોરિયા-રશિયાએ દક્ષિણ કોરિયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ-હમાસ અને યુક્રેન-રશિયા યુદ્ધમાં કિમ જોંગ ઉને કર્યો મોટો ખેલ ! યુદ્ધ શરૂ કરનાર દેશોને મોકલ્યા હથિયાર 1 - image

જેરુસલેમ/સિઓલ, તા.02 નવેમ્બર-2023, ગુરુવાર

યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia War) વચ્ચે ઈઝરાયે-હમાસ (Israel-Hamas War) વચ્ચે પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જોકે આ બંને યુદ્ધોમાં ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાન કિમ જોંગ ઉન (Kim Jong Un)ના કનેક્શનનો ઘટસ્ફોટ થયો છે. યુક્રેન-રશિયા વચ્ચે દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને આજે 27મો દિવસ છે, ત્યારે દક્ષિણ કોરિયાની સેના (South Korean Army) અને વૉલ સ્ટ્રીટ જર્નલે (The Wall Street Journal) યુદ્ધ શરૂ કરનાર દેશોને ઉત્તર કોરિયાએ હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પહોંચાડતો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે.

દક્ષિણ કોરિયાની સેનાનો દાવો, કિમે રશિયાને પહોંચાડ્યા હથિયારો

દક્ષિણ કોરિયાની સેનાએ આજે મોટો દાવો કર્યો છે. સેનાએ કહ્યું કે, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઊન રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ને મદદ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા દ્વારા જણાવાયું છે કે, ઉત્તર કોરિયાએ યુક્રેન વિરુદ્ધ રશિયાની મદદ કરવા વિસ્ફોટ સામગ્રીની જથ્થો મોકલ્યો છે, ઉપરાંત ઘણી પ્રકારની મિસાઈલો પણ મોકલી હોવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઉત્તર કોરિયાએ 10 લાખથી વધુ ગોળા મોકલ્યા !

દક્ષિણ કોરિયાના દાવાના એક દિવસ પહેલા જ દક્ષિણ કોરિયાની ગુપ્તચર સેનાએ સાંસદોને જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ સૈન્ય સહયોગ વધ્યા બાદ રશિયાને તોપોના 10 લાખથી વધુ ગોળાનો જથ્થો પુરો પાડ્યો છે. ઉત્તર કોરિયા અને રશિયા બંનેના અમેરિકા (America) સાથે સંબંધો સારા નથી. દક્ષિણ કોરિયાની સેનાએ સ્થાનિક પત્રકારોને માહિતી આપી છે અને તેણે ઉત્તર કોરિયાએ રશિયાને રાઈફલ, રોકેટ લોન્ચર, મોર્ટાર, ગોળા ઉપરાંત બેલેસ્ટિક મિસાઈલ, ટેંકથી બચાવતી મિસાઈલ, પોર્ટેબલ એન્ટી-એર મિસાઈલ (Portable Anti-Air Missile) મોકલી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

દક્ષિણ કોરિયાના આક્ષેપોને પાયાવિહોણા : રશિયા-ઉત્તર કોરિયા

રશિયા અને ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના આરોપોને પાયાવિહોણા કહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે જ દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાને (Japan) ઉત્તર કોરિયા દ્વારા રશિયાને વિસ્ફોટ સામગ્રી અને સૈન્ય સાધનો મોકલવાનો ગત સપ્તાહે દાવો કર્યો હતો અને પ્યોંગયાંગના આ નિર્ણયની ટીકા કરી હતી. તો બીજીતરફ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સપ્ટેમ્બરમાં રશિયાની મુલાકાત લીધી હતી. કિમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા ઉપરાંત તેઓ ઘણા સૈન્ય ઠેકાણાઓ પર ગયા હતા. 

ઉત્તર કોરિયાનું પેલેસ્ટાઈનને સમર્થન, હમાસને રોકેટ લોન્ચર વેંચ્યા !

વૉલ સ્ટ્રીટ જર્નલે દક્ષિણ કોરિયાની જાસૂસ એજન્સીને ટાંકીને કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ઈઝરાયે-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનું સમર્થન કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. તેઓ મધ્યપૂર્વમાં આતંકવાદી જૂથોને હથિયારો વેંચી શકે છે. કોરિયા હેરાલન્ડના જણાવ્યા મુજબ રિપોર્ટમાં જણાવાયું છે કે, દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના નિદેશક કિમ ક્યૂ-હ્યુને આશંકા વ્યક્ત કરી છે કે, કિમ જોંગ ઉને પેલેસ્ટાઈન માટે વ્યાપક સમર્થનની આહવાન કર્યું છે. રિપોર્ટ મુજબ તેણે અગાઉ હમાસને એન્ટી-ટેન્ક રોકેટ લોન્ચર (Anti-Tank Rocket Launcher) વેચ્યા છે. વૉલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે, ઉત્તર કોરિયા ગાઝા (Gaza)માં યુદ્ધ વચ્ચે વધુ હથિયારો (Weapon)ની નિકાસ કરવાનો પ્રયાસ કરી શકે છે. વૉલ સ્ટ્રીટ જર્નલેની રિપોર્ટમાં જણાવાયું કે, આ અગાઉ ઉત્તર કોરિયા હથિયારોની તસવીરો પણ સામે આવી હતી, જેમાં 7 ઓક્ટોબરે ઈઝરાયેલ વિરુદ્ધ હુમલો કરનાર આતંકવાદીઓના હાથમાં ઉત્તર કોરિયાના હથિયારોનો ઉપયોગ કરતા દર્શાવાયા હતા.


Google NewsGoogle News