ઈઝરાયલના હુમલામાં પત્ની-સંતાનો સહિત 103 સગાવ્હાલા ગુમાવનારા નિર્દોષ નાગરિકની આપવીતી

8 ઓક્ટોબરે થયેલા હુમલામાં આખો પરિવાર મોતને ભેટ્યો

જો મેં કાંઈ ખોટુ કર્યુ હોય તો મને માફ કરજે, પરંતુ મને ખબર નહોતી કે શિરીન સાથે મારી આ છેલ્લી વાત થઈ રહી છે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલના હુમલામાં પત્ની-સંતાનો સહિત 103 સગાવ્હાલા ગુમાવનારા નિર્દોષ નાગરિકની આપવીતી 1 - image
Image Twitter 

Israel Hamas War Survivor Father Emotional Story: હવે મને પાપા-પાપા કહીને કોણ બોલાવશે?, ડાર્લિગ કહીને પ્યારથી કોણ બોલાવશે? એક પળમાં મારા પોતાના મને છોડીને જતા રહ્યા, દુશ્મની કોઈની ને કિમત ચૂકવવી પડી મારી પત્ની અને 3 બાળકોને, સંબંધીઓને... આખરે તેમને કોઈનું શું બગાડ્યું હતું? કેવી રીતે સહન કરુ આ દુખ, કેમ મને જીવતો છોડી દીધો, આ દુ:ખ સહન કરવા માટે... આટલું કહેતા કહેતા અહમદ અલ ગુફરી પોક મુકીને રડવા લાગે છે. આ સ્ટોરી છે એ શખસની જે ઈઝરાયલ દ્વારા ગાજા પટ્ટી પર કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં તેની પત્ની અને 3 બાળકોને ખોઈ ચૂક્યો છે. 

8 ઓક્ટોબરે થયેલા હુમલામાં આખો પરિવાર મૃત્યુને ભેટ્યો

અહમદે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, જ્યારે હમાસે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો. તે ગાજા શહેરથી 80 કિલોમીટર દૂર તેલ અવીવમાં હતો. તે પછી યુદ્ધ શરુ થવાના કારણે તે વેસ્ટ બેંકમાં ફસાઈ ગયો હતો. તેણે પત્ની અને બાળકો પાસે પહોંચવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેના દરેક પ્રયત્નો અસફળ રહ્યા, તે ન પહોંચી શક્યો. તેણે ચારેયને કાકાને ઘરે મોકલી દીધા. ત્યા સુધી તે રોજ પત્ની શિરીન અને ત્રણેય દિકરીઓ સાથે ફોન પર વાત કરતો હતો. 8 ડિસેમ્બરના રોજ કોલ કર્યો ત્યારે શિરીને કહ્યું કે, જો મેં કાંઈ ખોટુ કર્યુ હોય તો મને માફ કરજે, પરંતુ મને ખબર નહોતી કે શિરીન સાથે આ મારી છેલ્લી વાત થઈ રહી હતી. સાંજે બોમ્બ વિસ્ફોટ થયો હતો અને શિરીન, તેની ત્રણ પુત્રીઓ તાલા, લના અને નજલા અને તેના કાકા માર્યા ગયા હતા.

ગયા અઠવાડિયે 2 વર્ષની થઈ હતી નાની દિકરી 

અહમદે કહ્યું કે, 'બોમ્બ વિસ્ફોટમાં ચારેય ભાઈઓ, તેમનો પરિવાર, કાકા- કાકી અને પિતરાઈ ભાઈ-બહેન દરેક માર્યા ગયા. કોઈનો મૃતદેહ પણ નથી મળ્યો. ભગવાને મને એટલો બદકિસ્મત બનાવ્યો કે પત્ની, બાળકો, માં, ભાઈઓને છેલ્લીવાર પણ ન જોઈ શક્યો. હજુ તો ગયા અઠવાડિયે નાની દિકરીનો જન્મ દિવસ હતો. મારી દીકરીઓ મારા માળામાં રહેતી પંખીઓ હતી, હજુ પણ હું નથી માની શકતો નથી કે તેઓ કાયમ માટે મને છોડીને જતા રહ્યા છે. મેં મારા ફોન અને લેપટોપમાંથી તેની તસવીરો ડિલીટ કરી દીધી છે, કારણ કે તેમને જોઈને હું ખૂબ જ દુખી થવું છું, હવે હું પણ મરી જવા માંગુ છું, પરંતુ પત્ની શિરીને મારી પાસેથી વચન લીધુ હતું કે, જો તેને કંઈ થયું તો તે કોઈ ખોટું પગલું નહીં ભરે.'

9 દિવસ પહેલા દુનિયામાં આવેલું બાળક પણ મૃત્યુ પામ્યું

બોમ્બ વિસ્ફોટમાં સગાસંબંધીઓમાંથી બચી ગયેલા એક હામિદ અલ-ગુફરી સાથે અહમદે વાત કરી તો તેમણે કહ્યુ કે, જ્યારે હુમલા શરુ થયા ત્યારે જે લોકો પહાડો પર ચડી ગયા હતા તે બચી ગયા, પરંતુ જે લોકો ઘરમાં રહ્યા હતા, તે દરેક લોકો મૃત્યુ પામ્યા. મિસાઈલ એટેક થયો હતો. આખો પરિવાર એક જગ્યા પર એકત્ર થઈ ગયો હતો. મહિલાઓ અને બાળકો સાથે કુલ 110 લોકો હતા. પરિવારની સૌથી વૃદ્ધ મહિલા 98 વર્ષની દાદી હતી અને સૌથી નાનું સભ્ય 9 દિવસ પહેલા જ આ દુનિયામાં આવ્યું હતું, પરંતુ દરેક મોતને ભેટ્યા. પહેલેથી કોઈ સૂચના પણ આપવામા આવી નહોતી. વિમાનો આકાશમાં ફરતા હતા, પરંતુ કોઈને ખબર ન હતી કે તેઓ હુમલો કરવાના છે. બાળકો વિમાનો જોઈને ખુશ થઈ રહ્યા હતા ત્યાં અચાનક બોમ્બ ધડાકા અને ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યું હતું.   


Google NewsGoogle News