Get The App

અલ કાયદાના ખતરનાક ઈરાદા; મસ્ક, બિલ ગેટ્સ, સત્ય નડેલા નિશાને, અમેરિકાને બરબાદ કરવાનો છે પ્લાન!

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા અને તેના સાથી દેશોના ઈઝરાયલ તરફી વલણથી અકળાયું અલ કાયદા

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
અલ કાયદાના ખતરનાક ઈરાદા; મસ્ક, બિલ ગેટ્સ, સત્ય નડેલા નિશાને, અમેરિકાને બરબાદ કરવાનો છે પ્લાન! 1 - image


Israel-Hamas War Al-Qaeda Target US: ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન આતંકી સંગઠન અલ કાયદા અમેરિકાના વલણથી ભારે નારાજ છે. આ કારણે જ આતંકી સંગઠને અમેરિકામાં રહેતા દિગ્ગજ બિઝનેસ ટાયકૂનને ટારગેટ કરવાનો નિર્ણય લીધો છે. અલ કાયદાએ તેના ચેટ રૂમના માધ્યમથી અમેરિકી બિઝનેસમેન ઈલોન મસ્ક, બિલ ગેટ્સ અને સત્ય નડેલાની હત્યા કરવા તથ અમેરિકી અર્થતંત્રને નિશાન બનાવવની ધમકી આપી છે. 

કોની કોની સામે હુમલો કરવાની યોજના? 

અહેવાલ અનુસાર અલ કાયદાએ તેના સમર્થકોને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની કંપનીઓ તરફથી ઓપરેટ થતી ફ્લાઈટ ઉપર પણ હુમલા કરવાની અપીલ કરી હતી. તેની યાદીમાં અમેરિકી એરલાઇન્સ, કોન્ટિનેન્ટલ, ડેલ્ટા, બ્રિટિશ એરવેઝ, એર ફ્રાન્સ, એર ફ્રાન્સ કેએલએલ સામેલ છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે લાલઘૂમ 

અલ કાયદા ગ્રૂપની મીડિયા શાખા અલ માલાહેમે કહ્યું કે અમેરિકા અને તેના સહયોગી યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન કરવાને લીધે અમારા નિશાને છે. આ યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં આશરે 22000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક વીડિયો ક્લિપમાં સમૂહે પેલેસ્ટાઈનના સમર્થનમાં ઓપન સોર્સ જેહાદનું આહ્વાન કર્યું છે. તેણે વિશ્વ સ્તરે મહત્ત્વકાંક્ષી મુજાહિદ્દીનને કિચનની વસ્તુઓનો ઉપયોગ કરી બોમ્બ બનાવવાની વિગતો પણ આપી હતી. અલ કાયદાએ કહ્યું કે મસ્ક, ગેટ્સ અને પૂર્વ અમેરિકી ફેડરલ રિઝર્વ અધ્યક્ષ બેન બર્નાનકે યહૂદી અમેરિકી અર્થતંત્રનો હિસ્સો છે. તેના કારણે તે બધા લોકો અમારા નિશાને છે. તેમણે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં યહૂદીઓને ટેકો જાહેર કર્યો છે. 

અલ કાયદાના ખતરનાક ઈરાદા; મસ્ક, બિલ ગેટ્સ, સત્ય નડેલા નિશાને, અમેરિકાને બરબાદ કરવાનો છે પ્લાન! 2 - image


Google NewsGoogle News