ઈરાને હમાસને સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું, ઈઝરાયેલ-અમેરિકાને આપી ધમકી

ઈરાનના વિદેશ મંત્રીએ હમાસના ટૉપ લીડર સાથે કતારમાં મુલાકાત કરી

ઈરાને હમાસને લક્ષ્યો હાંસલ કરવા તમામ મદદની ખાતરી આપી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ઈરાને હમાસને સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું, ઈઝરાયેલ-અમેરિકાને આપી ધમકી 1 - image

નવી દિલ્હી, તા.15 ઓક્ટોબર-2023, રવિવાર

ઈઝરાયેલ-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને એક સપ્તાહ વિતી ગયું છે. પેલેસ્ટાઈન (Palestinians)ના આતંકવાદી સંગઠ હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. ત્યારે યુદ્ધ વચ્ચે ઈરાન (Iran)ના વિદેશમંત્રીએ હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયેહ સાથે મુલાકાત કરી છે અને યુદ્ધમાં ઈઝરાયેલ વિરુદ્ધ સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી છે.

ઈરાનના વિદેશમંત્રીએ ઈઝરાયેલ-અમેરિકા પર ગુસ્સો ઠાલવ્યો

ઈઝરાયેલી સેના ગાઝા સરહદ પર હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓનો ખુરદો બોલાવી રહી છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલી સેનાએ હમાસના સેંકડો ઠેકાણાનો નષ્ટ કરી દીધા છે. સેના ઉત્તરી ગાઝા વિસ્તાર પર કબજો કરવાના પ્રયાસોમાં છે. હમાસે ખુલી ખેલ શરૂ કર્યા બાદ ઈઝરાયેલે પણ તેનો ખાતમો કરવાની કસમ ખાઈ લીધી છે અને સતત કાર્યવાહી આતંકવાદીઓનો ખાતમો કરી રહી છે. ત્યારે યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશમંત્રીએ હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયા સાથે મુલાકાત કરી ઈઝરાયેલ વિરુદ્ધ સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી છે. ઉપરાંત ઈઝરાયેલ અને અમેરિકા (America) પર પણ ગુસ્સો ઠાલવ્યો છે.

યુદ્ધને એક સપ્તાહ થયું, કુલ 3600ના મોત

દરમિયાન ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના હમાસ આતંકવાદીઓના યુદ્ધને એક સપ્તાહનો સમય થઈ ગયો છે. આ ભયંકર યુદ્ધમાં બંને દેશોના ઓછામાં ઓછા 3600 લોકોના મોત થયા છે. હમાસના આતંકવાદીઓએ ગત શનિવારે સવારે ઈઝરાયેલી ધરતી પર ધડાધડ રોકેટનો મારો શરૂ કર્યો હતો, ઉપરાંત ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી ઘણા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીને કબ્રસ્તાન બનાવવાની કસમ ખાઈ લીધી છે.

ઈરાને હમાસને લક્ષ્યો હાંસલ કરવા તમામ મદદની ખાતરી આપી

ઈઝરાયેલના આક્રમક જવાબી હુમલા વચ્ચે હમાસે એક નિવેદનમાં કહ્યું કે, અમારા નેતા ઈસ્માઈલ હાનિયેહે કતારમાં ઈરાનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ પેલેસ્ટાઈની આતંકવાદી સમુહના ઈઝરાયેલ પર ઘાતક હુમલા અંગે ચર્ચા કરી અને સમુહને લક્ષ્યો હાંસલ કરવા માટે મદદ ચાલુ રાખવા પર સહમતિ વ્યક્ત કરી.


Google NewsGoogle News