VIDEO : પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસની હત્યા કરવાનો પ્રયાસ, કાફલા પર આડેધડ ફાયરિંગ

આતંકી સંગઠને રાષ્ટ્રપતિને 24 કલાકનું અલ્ટીમેટર આપ્યા બાદ હુમલો કર્યો

હુમલામાં બોડીગાર્ડને ઈજા, આતંકી સંગઠન સન ઓફ અબુ જંદાલે કરાવ્યો હુમલો

Updated: Nov 8th, 2023

Google NewsGoogle News
VIDEO : પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસની હત્યા કરવાનો પ્રયાસ, કાફલા પર આડેધડ ફાયરિંગ 1 - image

જેરુસલેમ, તા.08 નવેમ્બર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ (Palestine President Mahmoud Abbas)ના કાફરા પર જીવલેણ હુમલો થયો છે. અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રપતિના જાનથી મારવાનો પ્રયાસ કર્યો છે. હુમલાખોરોએ તેમના કાફલા પર આડેધડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો છે. અહેવાલો મુજબ સન ઓફ અબુ જંદાલે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરવાની જાહેરાત કરવા રાષ્ટ્રપતિને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આતંકવાદી સંગઠને રાષ્ટ્રપતિને ધમકી પણ આપી હતી કે, જો તેઓ આમ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ગઈકાલે અલ્ટીમેટની ડેડલાઈન સમાપ્ત થયા બાદ અબ્બાસના કાફલા પર હુમલો કરાયો, જેમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો છે. હાલ સન ઓફ અબુ જંદાલે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

રાષ્ટ્રપતિ પર થયેલા હુમલાનો વીડિયો સામે આવ્યો

આતંકવાદી જુથના હુમલાખોરો દ્વારા રાષ્ટ્રપતિના કાફલા પર કરાયેલ હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સન ઓફ અબૂ જંદાલના આતંકવાદીઓ રાષ્ટ્રપતિ અબ્બાસના કાફલા પર આડેધડ ગોળીબાર કરી રહ્યા છે. અહેવાલો મુજબ કેટલાક બંદૂધદારીઓ એક ઘર પાસે ઉભેલા વાહનની આસપાસ ઘાત જોઈને બેઠા હતા. હુમલામાં અબ્બાસના એક બોડીગાર્ડને ઈજા થધ છે. 

ગાઝામાં 4100થી વધુ બાળકોના મોત

ઈઝરાયેલ ગાઝામાં સતત વિમાની હુમલા કરી રહ્યું છે. અહીં ઈઝરાયેલના આદેશ બાદ લગભગ 23 લાખથી વધુ લોકો પોતાના ઘરો છોડીને દક્ષિણ તરફ જતા રહ્યા છે, જોકે ત્યાં પણ બોંબમારો થઈ રહ્યો છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, ગાઝામાં મૃતકોની સંખ્યા વધીને 10 હજારે પહોંચી છે, જેમાં 4100થી વધુ બાળકો સામેલ છે.

Google NewsGoogle News
Gujarat